બે મહિલાઓની હત્યા…!

બે મહિલાઓની હત્યા...!
બે મહિલાઓની હત્યા...!
અમદાવાદને નજીક આવેલા કણભા પાસેના ગામમાં બે મહિલાઓની ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. મહિલાઓ રોજ લાકડા વીણવા માટે ઘરથી જતી હતી, તે સમયે આજે પણ ઘરેથી નીકળી હતી. પરંતુ ઘણા સમય સુધી તેઓ પરતના આવતા એમના પરિવારજનો તેમને શોધવા નીકળ્યા હતા. જ્યાં બંને મહિલાઓની લોહીમાં લથપથ લાશ મળી આવી હતી. હાલ કણભા પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભુવલડી ગામમાં રહેતા મંગીબેન અને ગીતાબેન રોજ બપોરે પોતાના નિત્ય ક્રમ પ્રમાણે ગામની નજીક આવેલી સીમમાં લાકડા કાપવા માટે જતા હતા. આજે બપોરે પણ તેઓ લાકડા કાપવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ પરતના આવતા તેમના પરિવાર જેની શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનો બંનેને શોધી રહ્યા હતા ત્યારે તેમની લાશ મળી આવી હતી.

Read About Weather here

આ ઘટનાની જાણ થતા કણભા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ બનાવના સ્થળે પહોંચ્યા હતા. હાલ બંને મહિલાઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી રહી છે, જ્યારે હત્યાનું કારણ જાણવા માટે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક ડબલ મર્ડર થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ત્યાં પહોંચી છે અને આરોપીને પકડવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here