બીપોરજોય વાવાજોડાબાદ 45 દિવસ સતત વરસાદથી થયેલ ઉભા પાકને ભારે નુકશાન : લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ

બીપોરજોય વાવાજોડાબાદ 45 દિવસ સતત વરસાદથી થયેલ ઉભા પાકને ભારે નુકશાન : લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ
બીપોરજોય વાવાજોડાબાદ 45 દિવસ સતત વરસાદથી થયેલ ઉભા પાકને ભારે નુકશાન : લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ
ભારતીય કિસાન સંઘ દ્રારા ગીરગઢડા મામલતદારને લેખિત રજુઆત કરી માંગ કરી હતી. હાલ ચાલુ વર્ષે ખેડુતો પર કુદરતી આફતો આવી પડી હોય તેમ બીપોરજોય વાવાઝોડાથી ખેડુતોના ઉભા પાકમાં પારાવાર નુકશાન થયેલ છે. જેની આજ સુધી કોઈ ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાર બાદ ખેડુતો સેવા, સહકારી મંડળીઓ માંથી અને સહકારી બેન્કો માંથી ખાતર બિયારણ લેવા માટે કર્જ લઈને ચોમાસ સીઝનમાં વાવેતર કરેલ પરંતુ દોઢ માસ સતત વરસાદ પડવાથી સીંગ, કપાસ, સોયાબીન, બાજરી, જુવાર, જેવા અન્ય પાકોમાં 90% ટકા નુકશાન પહોંચી ગયું છે. પરંતુ કિસાનો મુંગા મોઢે સહન કરી રહ્યા છે. ખરેખર યુધ્ધના ધોરણે ગ્રામ સેવકો અને ખેતીવાડી અધિકારી તેમજ મામલતદાર દ્વારા ખેડૂતોના ખેતર પર જઈને તપાસ કરી યોગ્ય વળતર કે વિમો મળે અથવા બેન્કો માંથી લીધેલ દેણા માફ કરે એવી યોજના ઘડવામાં આવે તોજ કિસાનો નવા પાકનું વાવેતર કરી શકે તેમ છે. જો કિસાનોના હાથ ઢીલા પડી જશે તો જ્ઞાની ઓનુજ્ઞાન તપસ્વીઓનું તપ કારખાના ઓનું નિમાર્ણ નેતાઓના ભાષણ અને યુવાનોના સ્વપ્ન બેકાર થઈ જશે.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here