વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ કેમિકલ ઝોન GIDCમાં વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં સોમવારે મધ્યરાત્રીએ અચાનક આગ લાગતા બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા કંપનીની બિલ્ડિંગનો એકભાગ ધરાશાયી થયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. મધરાતથી રેસ્ક્યૂ ઓપરેશન હજું યથાવત છે. હજું કામદાર દટાયો હોવાની આશંકા છે.
Visit Saurashtra Kranti Homepage here
વેન પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થતાં આજુબાજુની કંપનીમાં અને કેમિકલ ઝોનમાં આવેલી તમામ કંપનીઓમાં બ્લાસ્ટની આસર જોવા મળી હતી. ઘટનાને લઈને આજુબાજુની કંપનીમાંથી કામદારો તાત્કાલિક પેટ્રોકેમ ફાર્મા કંપનીમાં મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સરીગામ GIDC, દમણ, વાપી GIDC, નોટિફાઇડ સહિતની ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાની પ્રાથમિક તપાસમાં બે કામદાર ઇજાગ્રસ્ત અને ત્રણ કામદારોની લાશ મળી હતી. ઘટના સ્થળે 108 ટીમને જાણ થતાં 3 ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. વલસાડ જિલ્લા SP, પ્રાંત અધિકારી. મામલતદાર, GPCBના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
Read About Weather here
ઘટનામાં બે કામદારોને ઇજાગ્રસ્ત હાલતમાં મળતા તાત્કાલિક 108 મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સાથે કાટમાળમાંથી ત્રણ લોકોની લાશને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને લઈને વલસાડ SP, ઉમરગામ પ્રાંત અધિકારી, GPCB, ઉમરગામ મામલતદારની ટીમ સહિત અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી. કાટમાળ ખસેડવા માટે ત્રણથી વધુ JCBની ટીમ ઘટના સ્થળે કાટમાળ ખસેડવા કામે લાગી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here