બાલુબાના પ્રિન્સિપાલ સાથે ચૂંટણીનું મનદુ:ખ ચાલતું હોય,પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવા માગતા હતા

બાલુબાના પ્રિન્સિપાલ સાથે ચૂંટણીનું મનદુ:ખ ચાલતું હોય,પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવા માગતા હતા
બાલુબાના પ્રિન્સિપાલ સાથે ચૂંટણીનું મનદુ:ખ ચાલતું હોય,પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવા માગતા હતા

પોલીસ ફરિયાદ લેતી નથી તેવી ફરિયાદ સાથે ત્રણ યુવાનોએ પોલીસ સ્ટેશનમાં ફિનાઈલ ગટગટાવ્યું

પોરબંદરના 6 યુવાનોએ સોશિયલ મીડિયામાં આત્મવિલોપનની ચિમકી આપી હોવાથી પોલીસે ડિટેઈન કર્યા

પોલીસ ફરિયાદ લેતી નથી તેવી ફરિયાદ સાથે ત્રણ યુવાનોએ આજે શહેરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફીનાઈલ ગટગટાવી લેતા પોલીસે તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની મેડિકલ સ્થિતિ સામાન્ય છે. પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા ભાવેશ મનોજ ચંદ્રપાલ, રાહુલ ધવલ, કપિલ મંગેરા, પંકજ ભોજાભાઈ પરમાર, રાહુલ ચના અને બીપીન બાલુ ધવલ નામના 6 યુવાનોએ ગઈકાલે સોસીયલ મીડિયામાં એક સંદેશ વાઇરલ કર્યો હતો કે પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ અરુણાબેન મારૂંએ તેમની સાથે ચૂંટણીનું મનદુઃખ રાખી હેરાન કરતા હોવાની ફરિયાદ પોલીસ લેતી ન હોવાથી તેવો આત્મહત્યા કરી લેશે, આવા મેસેજ વાઈરલ થતાની સાથે જ પોરબંદરની કીર્તિમંદિર પોલીસે પંકજ ભોજાભાઈ -પરમાર નામના યુવાનને ડિટેઇન કરી લીધા હત અને અન્ય ભાવેશ મનોજ ચંદ્રપાલ, રાહુલ ધવલ, કપિલ મંગેરા ,રાહુલ ચના અને બીપીન બાલુ ધવલ નામના 5 યુવાનોને એલ.સી.બી પોલીસ દ્વારા ડિટેઈન કરી લેવામાં આવ્યા હતા અને બપોરે 12 વાગ્યાના અરસામાં આ તમામને કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા. હતા.આ 6 યુવાનો કીર્તિમંદિર પોલીસ સ્ટેશને ભેગા થયા હતા જેમાથી ભાવેશ મનોજ ચંદ્રપાલ (ઉ.28)રાહુલ ધવલ(ઉ.22), કપિલ મંગેરા(ઉ.26) નામના ત્રણેય યુવાનો પોલીસ કસું સમજે કે વિચારે તે પહેલાં પોતાના પેન્ટના ખીચમાંથી ફીનાઈલની બોટલો કાઢી ફીનાઈલ ગટગટાવી. લીધી હતી જેથી પોલીસ દ્વારા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં