સમેત શિખર તેમજ પાલીતાણા જૈન દેરાસરમાં તોડફોડ મુદ્દાઓ પર આંદોલન ચલાવી રહેલા જૈન સમાજના રોષ અને લાગણી તથા માંગણીને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે પાલીતાણાની ઘટના અંગે ટાસ્કફોર્સ રચવાની જાહેરાત કરી છે. આજે સવારે ગુજરાત કેબિનેટની બેઠક પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના સ્થિતિ, રસીકરણ, જી-20 બેઠકોની આયોજનની તૈયારીઓ આગામી બજેટ વગેરે મુદ્દાઓ પર કેબિનેટમાં સઘન ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદ અને રાજ્યમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કોવિડ પ્રોટોકોલ સાથે મહોત્સવ યોજવા અંગે પણ ચર્ચા થઇ હતી. ગુજરાતના ઈ-સરકાર પ્રોજેક્ટ, તમામ મંત્રાલયોના કામગીરીના રીપોર્ટ તેમજ અન્ય નીતિ-વિષયક બાબતો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી અને શ્રેણીબધ્ધ પગલા અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના બજેટ અંગે પણ આયોજનની વિચારણા કરવામાં આવી હતી. રાજ્યની કોરોના પરિસ્થિતિ તેમજ વેક્સિનેશન અંગે પણ ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ગુજરાત સરકારના એક મહત્વના નિર્ણયની જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું હતું કે, પાલીતાણા ખાતે જૈન તીર્થમાં થયેલી તોડફોડની તપાસ માટે ખાસ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. દરમ્યાન ગાંધીનગર ખાતે આજે સ્પીકર અને તમામ નવા મંત્રીઓને બંગલા ફાળવી દેવામાં આવ્યા છે. કુલ 23 બંગલાઓની ફાળવણી કરવામાં આવી છે. વિપક્ષના પૂર્વ નેતાનો બંગલો મંત્રી મુળુભાઈ બેરાને ફાળવવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here