પાપડ અને ભૂંગળા પર 18 ટકા જીએસટી

પાપડ અને ભૂંગળા પર 18 ટકા જીએસટી
પાપડ અને ભૂંગળા પર 18 ટકા જીએસટી

તાજેતરમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પાપડ અને ભૂંગળા પર 18 ટકા જેવો જીએસટી લાગુ કરવાના નિર્ણય લેવાયો છે. જીએસટી કાઉન્સિલે આ નિર્ણય લેતા હવે પાપડ પર કિલોદીઠ 50 રૂપિયા વધુ ચૂકવવાના રહેશે. એકલા દક્ષિણ ગુજરાતમાં નવા વેરાને કારણે લોકો પર રૂ.15.12 કરોડનો બોજો આવી પડશે. ઓલ ઇન્ડિયા પાપડ ઉત્પાદક સંઘે વેરા ઘટાડો કરાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિગતવાર રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા જીએસટી લાગશે. તાજેતરમાં મળેલી 48મી જીએસટી કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું છે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને વિરોધ કરીને સીએમને પત્ર લખ્યો છે. કૈટ (કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ એસોસિએશન)ના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ-ભૂંગળાનું ઉત્પાદન થાય છે.

Read About Weather here

અહીં સરેરાશ એક પરિવારમાં 500 ગ્રામ પાપડનો ઉપયોગ થાય છે, જેથી લોકોને 280 રૂપિયે કિલો લેખે 50 રૂપિયા વધારે ચુકવવા પડશે. ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએસને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુ દેસાઈ અને જીએસટી કમિશનરને પ્રેઝન્ટેશન આપીને રજૂઆત કરી છે. 2017માં જીએસટી આવ્યા બાદ રાજ્ય સરકારે 2011માં ઓથોરિટી દ્વારા ઝીરો ટકા ટેક્સ કરાયો હતા. 2011માં એડવાન્સ રૂલિંગ ઓથોરિટીએ પણ પાપડ પર ઝીરો ટકા નક્કી કર્યો હતો. પરંતુ હવે કાઉન્સિલે પાપડ પ્રોડક્ટને 18 ટકા દરનું ક્લેરિફિકેશન આપવામાં આવ્યું હતું. જેને લઈને ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ગુજરાતના સી.એમને રજૂઆત કરી પાપડ પર જીએસટી ફરી જીરો કરવા માટે રજૂઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here