પરસોતમ રૂપાલાના સમર્થનમાં શહેર ભાજપ દ્વારા વોર્ડનં.10માં ડોર-ટૂ-ડોર સંર્પક યોજાયો

પરસોતમ રૂપાલાના સમર્થનમાં શહેર ભાજપ દ્વારા વોર્ડનં.10માં ડોર-ટૂ-ડોર સંર્પક યોજાયો
પરસોતમ રૂપાલાના સમર્થનમાં શહેર ભાજપ દ્વારા વોર્ડનં.10માં ડોર-ટૂ-ડોર સંર્પક યોજાયો

  તાજેતરમાં શહેરના વોર્ડ-10માં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાના સમર્થનમાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ધ્વારા ડોર-ટૂ-ડોર લોકસંપર્ક યોજી પ્રચાર-પ્રસાર કાર્ય વેગવંતુ બનાવી કેન્દ્રની ભાજપ સરકારની સિધ્ધીઓ વર્ણવણી પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી.

આ લોકસંપર્કમાં ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, વોર્ડના ચૂંટણી ઈન્ચાર્જ પરેશ હુંબલ, વોર્ડપ્રભારી રઘુભાઈ ધોળકીયા, વોર્ડપ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી રત્નદીપસિહ જાડેજા, મેહુલ નથવાણી, અશ્ર્વિન ભોરણીયા, કોર્પોરેટરો ચેતન સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, તેમજ સંજયભાઈ વાઘર સહિતના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ તકે વિસ્તારમાંથી વિકાસનો પર્યાય બનેલી ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને વ્યાપક જનસમર્થન મળ્યું હતું.