પતિએ પૂરું કર્યું અંતિમ વચન, પત્નીના મોત બાદ એક કલાકમાં જ…

Bharuch - Covid-પતિ-પત્ની
Bharuch - Covid-પતિ-પત્ની

પતિ-પત્ની બંનેને કોરોના થતા રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા

આ દંપતી(પતિ-પત્ની) સાથે ૫૮ વર્ષ જીવ્યા,

Subscribe Saurashtra Kranti here

ભરૂચ જિલ્લાના ભાલોદ ગામના વતની ડો.જયેન્દ્રસિહ બારોટ પોતે વેટનરી ડોક્ટર તરીકે ની ડિગ્રી મેળવી વર્ગ ૨ પશુ નિયામક તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. તેમના જીવન સાથી તરીકે અનસુયાબેન સાથે મેળાપ થયો. બંને વચ્ચે પ્રેમ થતાં લગ્નજીવનમાં બંધાયા. તેમને સંસારસુખમાં એક દીકરી દર્શનાનો જન્મ થયો હતો.જેની સાથે આ દંપતીએ એક બીજા સાથે ખુબ સ્નેહથી રહૃાા.

૫૮ વર્ષના લગ્ન જીવનમાં કાયમ સાથે રહેતા બિલકુલ છુટા પડ્યા નહોતા. એક બીજાની ભૂલથી નિંદા નહીં કરતા. આ દંપતીના જીવનમાં સતત પ્રેમ વધતો રહૃાો. જયારે પણ જુદા થવાની કે મરવાની વાત આવે એટલે અનસુયાબેનને જયેન્દ્રિંસહ કહેતાં, ‘તારા વગર જીવન શું કામનું હું વચન આપું છું કે તું આ દૃુનિયા છોડી જઈશ તેના ગણતરીના સમયમાં તારી સાથે આવવા આ દૃુનિયા છોડી દઈશ. તને એકલી નહિ મુકું.

Read About Weather here

ત્યારે બંનેને કોરોના થતા રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પહેલાં અનસુયાબેનનું મોત થયું હતું. જેમને પરિવાર સાથે તંત્ર રાજપીપલાના સ્મશાને લઇ જાય છે. આ બાબતની પતિને કોઈ જાણ નહોતી છતાં એક કલાકના સમયમાં જ પતિ જયેન્દ્રસિહનું પણ મોત થયું હતું અને તેમણે આપેલો કોલ જાણે પૂરો કર્યો હતો. જ્યાં પત્નીનો અંતિમ સંસ્કાર થયો જેમાં દીકરી દર્શનાના પુત્ર કુશાગ્ર અને ભાઈના દીકરા નિમેષ બંનેએ અગ્નિ દાહ આપ્યો હતો. આ દંપતી સાથે ૫૮ વર્ષ જીવ્યા અને સાથે આ ફાની દૃુનિયા છોડી જતા રહૃાા તેમના પરિવાર પણ તેમના પ્રેમની વાત કરી ગર્વ અનુભવે છે અને ૭ જન્મ સાથે રહે તેવી શ્રદ્ધાંજલિ આપી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here