પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

248 તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1ની 100 ટકા જગ્યા ભરી દેવાઈ

રાજ્યના પંચાયત વિભાગમાં ક્લાસ-3 ની 13 હજારથી વધુ જગ્યાની ભરતી કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યના 248 તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1ની 100 ટકા જગ્યા ભરી દેવાઈ છે. રાજ્યના પંચાયત વિભાગ હસ્તકની વિવિધ જગ્યાઓની ભરતી માટે અગાઉ થયેલી જાહેરાતો બાદ ચાલુ વર્ષે વર્ગ-3 ની 13 હજારથી વધુ જગ્યાઓની ભરતીનું આયોજન પંચાયત વિભાગે કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

દરેક વિભાગો દ્વારા ખાલી મહેકમની યાદી તૈયાર કરી ભરતી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે ત્યારે પંચાયત વિભાગ ચાલુ વર્ષે આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરશે. પંચાયત વિભાગ દ્વારા 248 તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીની 100 ટકા જગ્યા ભરી દેવામાં આવી છે.આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1 ની કુલ 11 જગ્યાને ડાઉનગ્રેડ કરીને વર્ગ- 2 માં તબદીલ કરવામાં આવી છે અને આ જગ્યાઓ ભરી દેવામાં આવી છે.33 જિલ્લા પંચાયતોમાં ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીની તમામ 33 જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી છે.

Read About Weather here

પંચાયત વિભાગમાં કેટલાક મહત્ત્વના વહીવટી સુધારા કરાયા છે, જે મુજબ વિભાગની યોજનાઓ,સેવાઓ, વિકાસનાં કામો,પંચાયત હસ્તકનાં વાહનો,મકાનો, કોર્ટ કેસો,વેરા વસૂલાત અને મહેકમને લગતી બાબતોનો સંકલિત ડેટાબેઝ તૈયાર કરી તેનું મોનિટરિંગ કરાશે અને તેનો માસિક અહેવાલ પોર્ટલ પર અપલોડ કરાશે. ચિટનીસ કમ તાલુકા વિકાસ અધિકારીએ ટીમ બનાવી તાલુકા ગ્રામ પંચાયત કચેરીઓનું નિરીક્ષણ કરવાનું રહેશે. તેમણે મહિનામાં એક તાલુકા પંચાયત અને પાંચ ગ્રામ પંચાયતોનું આકસ્મિક નિરીક્ષણ કરવાનું રહેશે.

ગુજરાત યુનિ.માં કાલે 1500 જગ્યા માટે મેગા જોબફેર યોજાશે
રોજગાર કચેરી અમદાવાદ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 24 જાન્યુઆરીએ મેગા જોબ ફેરનું આયોજન કરાયું છે, જેમાં ડોર ટુ ડોર માર્કેટિંગ માટેની 500 જગ્યા સહિતની વિવિધ સેક્ટરની 15 કંપની 1500 જોબ ઓફર કરશે.ગુજરાત યુનિવર્સિટીમાં સવારે 10 વાગ્યાથી આ જોબ ફેરમાં મેન્યુફેક્ચરિંગ,સર્વિસ સેક્ટર,બેન્કિંગ સેક્ટર, ઇન્સ્યોરન્સ સેક્ટર, ફાર્માસ્યુટિકલ સેક્ટર, આઈટી સેક્ટરની કંપનીઓ વિવિધ ટેકનિકલ પોસ્ટ માટે જોબ ઓફર ક2શે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here