નાનકડી દીકરીને મસમોટી ગિફટ!

નાનકડી દીકરીને મસમોટી ગિફટ!
નાનકડી દીકરીને મસમોટી ગિફટ!

રણબીર-આલિયા પોતાની લાડકી રાહાના નામે કરશે 250 કરોડનો બંગલો!

છેલ્લા એક વર્ષથી આ બંગલો બની રહ્યો છે. ખબર છે કે આલિયા અને રણબીર પોતાના આ ડ્રીમ હાઉસને પોતાની દીકરી રાહાના નામે કરવાનો પ્લાન કરી રહ્યા છે. જો આમ થાય તો રાહા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી અમીર સ્ટાર કીડસમાંની એક બની જશે.

ખબરો મુજબ આ બંગલાની કિંમત 250 કરોડ રૂપિયા છે અને તે મુંબઈના સૌથી મોંઘા બંગલા પૈકીનો એક છે. માતા નીતુ કપુર આ બંગલાની કો-ઓનર બનશે. રિપોર્ટ મુજબ આ બંગલો બની ગયા બાદ કપુર ફેમિલી આ બંગલામાં રહેવાનો પ્લાન બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, નીતુ કપુર હાલ રણબીરથી અલગ રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા અને રણબીર સંજય લીલા ભણશાળીની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં નજરે પડશે.