નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1માં 6 વર્ષ પૂરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે!

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
રાજ્યમાં પહેલી જૂને પાંચ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ હવે શિક્ષણ વિભાગે નિયમમાં ફેરફાર કરીને નવા શૈક્ષણિક વર્ષથી 6 વર્ષ પૂરા કરનાર બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને જાણ કરવામાં આવી છે અને પોતપોતાના જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પણ વર્ષ 2023-24થી નવા નિયમની અમલવારી કરાવવા માટેનું આયોજન કરવા જણાવાયું છે.

આ અંગે રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે, નવા શૈક્ષણિક વર્ષથી 6 વર્ષ પૂરા કરનાર બાળકને જ દરેક શાળાએ ધોરણ 1માં પ્રવેશ આપવા અંગેનો પરિપત્ર આવ્યો છે. આગામી દિવસોમાં તેની અમલવારી કરવામાં આવશે. બાળક ત્રણ વર્ષનું થાય ત્યારે તેને નર્સરીમાં પ્રવેશ મળે, ત્યારબાદ બે વર્ષ કેજીમાં એટલે કે એક વર્ષ નર્સરી અને બે વર્ષ કેજીના પૂર્ણ કર્યા બાદ જ્યારે બાળકને છ વર્ષ પૂર્ણ થાય ત્યારે જ તેને ધોરણ 1માં પ્રવેશ આપવા જણાવાયું છે.

Read About Weather here

હવે 5+3+3+4ની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે જેમાં 3થી 6 વર્ષ સુધીની ઉંમરમાં પ્રી-સ્કૂલ જેમાં જુનિયર અને સિનિયર કેજીનો સમાવેશ થાય છે. ત્યારબાદ 6થી 8 વર્ષ ધોરણ 1 અને 2માં બાળક ભણશે. ઉલ્લેખનીય છે કે, રાઈટ ટુ એજ્યુકેશનની જોગવાઈમાં પણ ફેરફાર કરી દીધો છે અને 6 વર્ષે જ પ્રવેશનો નિયમ અમલી બનાવ્યો છે. વિદ્યાર્થી 6 વર્ષનો નહીં હોય તેને ધો.1માં પ્રવેશ આપી શકાશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here