નવસારી પાસે ક્નટેનર સાથે કાર અથડાતા 4 ના મોત

નવસારી પાસે ક્નટેનર સાથે કાર અથડાતા 4 ના મોત
નવસારી પાસે ક્નટેનર સાથે કાર અથડાતા 4 ના મોત

બે ની ગંભીર હાલત, કાર ટકરાઈની ડીવાઈડર કુદી ગઈ, આખું છાપરૂ ઉડી ગયું

નવસારી જિલ્લામાં ફરીવાર અકસ્માતની ઘટના બની છે. ચીખલી પાસેના આલીપોર બ્રિજ ઉપર ક્ધટેનર અને ઈનોવા કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એમાં કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર જતી રહી હતી. ઘટનાસ્થળે 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

કારમાં સવાર યુવકો બેન્કોકથી મુંબઈ એરપોર્ટ આવ્યા હતા, જ્યાથી કાર લઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે. ત્યારે ચીખલી હાઈ-વે પર તેમને અકસ્માત નડ્યો હતો, જેથી ફરી એકવાર ચીખલી હાઈ-વે લોહિયાળ બન્યો હતો. ક્ધટેનર અને ઈનોવા કાર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read About Weather here

અકસ્માત બાદ કારના સ્પીડો મીટર પર લાસ્ટ સ્પીડ 170ની જોવા મળી રહી છે, જેથી ઓવરસ્પીડના કારણે પણ અકસ્માત બન્યો હોવાનું જોવા મળી રહ્યુ છે. જોકે હાલ આ અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, જે બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here