નર્મદા નદીમાં ઘોડાપુરના કારણે અમદાવાદ થી મુંબઈ રેલ્વે વ્યવહાર ખોરંભાયો

નર્મદા નદીમાં ઘોડાપુરના કારણે અમદાવાદ થી મુંબઈ રેલ્વે વ્યવહાર ખોરંભાયો
નર્મદા નદીમાં ઘોડાપુરના કારણે અમદાવાદ થી મુંબઈ રેલ્વે વ્યવહાર ખોરંભાયો
અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર ખોરંભાયો છે. જેમાં ભરુચ પાસે નર્મદા નદીમાં ઘોડાપુરના કારણે રેલ વ્યવહાર રોકાયો છે. નર્મદા નદી અત્યંત ભયજનક સપાટી પર હોવાના કારણે છેલ્લા કેટલાય કલાકોથી મુસાફરો સ્ટેશન પર અટવાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ મુંબઈ રેલ્વે વ્યવહાર રોકવામાં આવ્યો છે. રાતે ભરુચ પાસે નર્મદા અત્યંત ભયજનક સપાટી હોવાના કારણે બધી ટ્રેનો હતી ત્યાં ઉભી કરી દેવાઈ છે. પાંચ છ કલાકથી લોકો જે તે સ્ટેશન પર જ છે. સુરતમાં રેલવે દ્વારા ટ્રેન વ્હ્યવહાર અટકાવયો છે. જેમાં મુંબઈ દિલ્હી વચ્ચેનો રેલ વ્યહાર અટક્યો છે. નર્મદા નદીના પુરના પાણીની અસર રેલવે વ્યવ્હાર પર પડી છે. ભરૂચ ના રેલવે બ્રિજનો ડેન્જર લેવલ નજીક પાણી છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવાયો છે. મુંબઈ અને દિલ્હી વચ્ચેની ટ્રેન અટકી છે. જેમાં ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા બ્રિજના પીલર ઉપર પાણી આવી ગયા છે. તેથી સુરતથી વડોદરા તરફ જતી તમામ ટ્રેનો અટકાવાઇ છે. જેમાં મધ્ય પ્રદેશના ભારે વરસાદની અસર ગુજરાતમાં જોવા મળી છે. તથા પશ્ચિમ રેલવેના બાજવા-વડોદરા યાર્ડની વચ્ચે ઇલેક્ટ્રિક લાઇનમાં ટેક્નિકલ ખામીને પગલે અમદાવાદથી ઉપડતી અને પસાર થતી 14થી વધુ ટ્રેનો બેથી 6 કલાક સુધી મોડી થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. અનેક ટ્રેનોને જુદા જુદા સ્ટેશનો પર ઊભી રાખી દેવામાં આવી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here