ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું છે. ગયા વર્ષે 86.91 ટકા રિઝલ્ટ હતું. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
સામાન્ય પ્રવાહની પરીક્ષા રાજ્યના 482 કેન્દ્રો ઉપર લેવામાં આવી હતી. જેમાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા રીપિટર ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 28,321 પરીક્ષા આપી હતી.જેમાં 11,205 ઉમેદવાર પાસ થયા છે. આમ રીપિટર ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવ્યું છે.
Read About Weather here
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો કચ્છ- 84.59 ટકા,સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર વાગધ્રા- 95.85 ટકા,સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા- 36.28 ટકા,311 સ્કૂલોનું 100 ટકા પરિણામ,વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા,વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા,વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here