દમણના અતિયાવાડ સ્થિત રાવલવસિયા યાન કંપનીમાં મધ્ય રાત્રીએ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થયેલી આગ જોતજોતામાં સમગ્ર કંપનીમાં ફેલાઈ ગઈ હતી. જેથી કામદારોમાં અફરા તફરી મચી હતી.

Visit Saurashtra Kranti Homepage here
તેમજ 5 જેટલા કામદારોએ જીવ બચાવવા ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. જેથી 2 કામદારોને ગંભીરઈજા પહોંચી હતી. તેમજ આગ લાગવાની જાણ થતા દમણ ફાયર બ્રિગેડની ટીમ, વલસાડ જિલ્લાના મળી 12 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચ્યાં હતા. કંપનીમાં યાન બનાવવાનું રો મટીરીયલ અને યાનનો સ્ટોક હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી છે.
દમણની રાવલવસિયા યાન કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અગમ્ય કારણોસર આગ લાગતા કામદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ લાગી હોવાની જાણ કંપનીના સંચાલકો અને કંપનીના મેનેજરને કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર આવી જવા સૂચના અપાઈ હતી. કંપનીના મેનેજરે તાત્કાલિક દમણ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જોકે, ભીષણ આગ હોવાથી દમણની તમામ ફાયર ફાઈટરની ટીમ ઉપરાંત વાપી, ઉમરગામ સહિતના વિસ્તારની ફાયર વિભાગની ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. યાન બનાવતી કંપની હોવાથી રો મટીરીયલ અને યાનનો જથ્થો વધુ માત્રામાં હતો, જેથી ફાયર વિભાગની ટીમને આગ ઉપર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી હતી.
Read About Weather here
ઘટના સ્થળ ઉપર 12થી વધુ ફાયર વિભાગની ટીમ અને ખાનગી ટેન્કરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગની ઘટનામાં 2 કામદારો ઘાયલ થયા હોવાથી તેમને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આગ ઉપર કાબુ આવ્યાં બાદ FSLની ટીમની મદદ લઈને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here