તેલ ભરેલું ટેન્કર ઉંધુ વળ્યું: લોકોની તેલ લેવા પડાપડી

તેલ ભરેલું ટેન્કર ઉંધુ વળ્યું: લોકોની તેલ લેવા પડાપડી
તેલ ભરેલું ટેન્કર ઉંધુ વળ્યું: લોકોની તેલ લેવા પડાપડી

અમદાવાદ હાઈ-વે પર ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

લોકો ઘરેથી વાસણ લઈને તેલ ભરવા તૂટી પડ્યા

હાઈ-વે પર મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય છે અને અનેક અકસ્માતો સર્જાતા હોવાની ઘટના સામે આવતી હોય છે.

Subscribe Saurashtra Kranti here

ત્યારે અમદાવાદ, ચોટીલા અને હડાળા હાઈ-વે વચ્ચે ખાદ્યતેલ ભરેલું ટેન્કર ઉંધુ વળી ગયું હતું. ટેન્કરનાં ડ્રાઈવરનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર રોડ ઉપરથી નીચે ઉતરી ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ હાઇ વે પર MP-09-HH-4149 નંબરનો ટ્રક તેલભરીને જતો હતો.

Read About Weather here

ત્યાંરે ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની નીચે ઉતરીને ઉંધો વળી ગયો હતો અને બાદમાં સરખો રસ્તા ઉપર લાવવામાં આવ્યો હતો પણ અકસ્માતને કારણે ટેન્કર લીકેજ થઇ ગયો હતો અને તેલ વહેવા લાગ્યું હતું. બનાવની જાણ આજુબાજુનાં વાસીઓને થતા પોતાના ઘરેથી વાસણો લઈને તેલ ભરવા પહોંચી ગયા હતા. તાજેતરમાં તેલના ભાવોમાં મોટો વધારો નોંધાયો છે. ત્યારે આવો બનાવ બનતા લોકોએ તેલની લૂંટ મચાવી હતી. અકસ્માતમાં કોઈ જાનહાનીની માહિતી હજુ સુધી સામે આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here