ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ-ટુ સરકારનું પ્રથમ બજેટ તા.21 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. આજે વિધાનસભાના બજેટ સત્ર અંગે જાહેર થયેલી સવાર માહિતી મુજબ તા.20 ફેબ્રુઆરીના બજેટ સત્રનો પ્રારંભ થશે અને આ સત્ર 30 દિવસ ચાલશે. જેમાં તા.21ના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમનું અને પટેલ સરકારનું બીજું બજેટ રજૂ કરશે. રાજયની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સરકારે તેમના વિકાસ સહિતના એજન્ડામાં ઝડપથી આગળ વધવાનો નિર્ણય લીધો છે.