ટ્રાફિક વ્યવસ્થા સુદ્દઢ કરવા પોલીસની ધોંસ

ટ્રાફિક વ્યવસ્થા સુદ્દઢ કરવા પોલીસની ધોંસ
ટ્રાફિક વ્યવસ્થા સુદ્દઢ કરવા પોલીસની ધોંસ

ખોડીયાર હોટલ પાસે આડેધડ પાર્કીંગ કરેલ વાહનોના માલિકો સામે કાર્યવાહી

ફુલછાબ ચોક નજીક આવેલ હોટલ પાસે ગેરેજના ધંધાર્થી, વેપારી સહિત ચાર શખ્સોએ ટ્રાફિકના નિયમોને કોરાણે મુકી વાહનો રોડ પર પાર્ક કરી દીધા હતા: પ્રનગર પોલીસે ગુન્હા નોંધ્યા

શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી આડેધડ વાહન પાર્કીંગ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ફુલછાબ ચોક નજીક આવેલ ખોડીયાર હોટલ પાસે રોડ પર આડેધડ વાહનો પાર્કીંગ કરી બેસેલા ચાર વાહનચાલકો સામે પ્રનગર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ પ્રનગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાંતની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ દિવ્યેશ જાદવ અને પ્રશાંતભાઈએ ફુલછાબ ચોક નજીક આવેલ ખોડીયાર ટી સ્ટોલ એન્ડ પાન નામની દુકાનની બહાર આડેધડ વાહન પાર્કીંગ કરેલ હોય તેથી વાહનોને કબ્જે કરી વાહનચાલકો રઘુ દાના ભુવા રહે. ભારતીનગર-1 રામાપીર ચોકડી પાસે, વિક્રમ રણજીત મકવાણા રહે. કોઠારીયા સોલ્વન્ટ હુશેની ચોક, ઈમ્તીયાઝ અનવર પીપરવાડીયા રહે. લેઉવા પટેલ સોસાયટી, નીલકંઠ ટોકીઝની પાછળ અને અહેમદખાન યાસીનખાન પઠાણ રહે. હુડકો કવાર્ટર, જામનગર રોડ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.