ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક વહિવટી/હિસાબી સંવર્ગની પરીક્ષા 29મી, જાન્યુઆરી-2023ના રોજ લેવાય તે પહેલાં જ પેપર ફૂટી જવાથી પરીક્ષા મોકૂફ કરવાનો મંડળે નિર્ણય લીધો છે. પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાથી તેનું તમામ પ્રકારનું સાહિત્ય બિન ઉપયોગી બની રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષાને પગલે હવે તેનું સાહિત્ય નકામું બની ગયું છે. પ્રશ્નપત્ર અને ઓએમઆરસીટ બિનઉપયોગી બની ગઇ હોવાથી તેનો નાશ કરવાનો નિર્ણય ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવ્યો છે. જોકે સીલબંધ બોક્સમાં નાશ કરવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Read About Weather here
જેથી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના આદેશ મુજબ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું મટિરીયલ્સ જેમ કે ઉમેદવારોની એન્ટેન્ડન્ટશીટ સહિતનું મટિરીયલ પરીક્ષા કેન્દ્રો શાળા કે કોલેજો ઉપરથી મેળવી લેવાનું રહેશે. તમામ મટિરીયલ્સ જિલ્લાકક્ષાએ શ્રેડીંગ કરીને નિયમોનુસાર નાશ કરવાની કાર્યવાહી જિલ્લાકક્ષાએ કરવાની રહેશે. બોર્ડ દ્વારા ફાળવેલા 1થી 5 નંબરના કવરો તથા વિવિધ પત્રકો તથા અહેવાલોના નમુનાની કીટ સહિતનું પરીક્ષાલક્ષી મટિરીયલ્સ જિલ્લાકક્ષાના કેન્દ્ર ખાતે જમા લેવાનુ રહેશે તેવો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here