જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભીષણ માર્ગ અકસ્માત: 10 લોકોના મોત

જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભીષણ માર્ગ અકસ્માત: 10 લોકોના મોત
જમ્મુ-શ્રીનગર હાઇવે પર ભીષણ માર્ગ અકસ્માત: 10 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ (જઞટ) રામબન જિલ્લાના બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. પોલીસ, જઉછઋ અને સિવિલ ચછઝ રામબન ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.

શુક્રવારે એક જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી લપસીને ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વાહન શ્રીનગરથી જમ્મુ જઈ રહ્યું હતું અને સવારે લગભગ 1.15 વાગ્યે જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું. તમામ મૃત મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (આરડીઆરએફ) ના જવાનો સ્થળ પર છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદ વચ્ચે 10  મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે મૃતકોમાં જમ્મુના અંબ ગ્રોથાના કાર ચાલક બલવાન સિંહ (47) અને બિહારના પશ્ર્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગાંગનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે રામબન જિલ્લામાં અગાઉ પણ એક અકસ્માત થઈ ચૂક્યો છે. 5 માર્ચના રોજ હાઈવે પર એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં પણ બેટરી ચશ્મા વિસ્તારમાં ટાટા સુમો 150 મીટર ઊંડી ખીણમાં પડતાં બે લોકોનાં મોત થયાં હતાં.