અમદાવાદના જમાલપુર ટ્રાફિક પોલીસ ચોકી પાસે વ્યક્તિનો ફોન લૂંટી ત્રણ ઇસમો ફરાર

જમાલપુર-ટ્રાફિક-પોલીસ
જમાલપુર-ટ્રાફિક-પોલીસ

જમાલપુર ફૂલ બજાર પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોંકી

Subscribe Saurashtra Kranti here

અમદાવાદના જમાલપુર,

કહેવાય છે કે જ્યાં પોલીસ સ્ટેશન કે પોલીસ ચોંકી આવેલી હોય છે તેની આસપાસ રહેતા લોકોને ચોરી, લૂંટ કે પછી અન્ય કોઈ ગુનાહિત પ્રવુતિ થવાનો એટલો ભય હોતો નથી જેટલો ભય પોલીસ ચોંકી કે પોલીસ સ્ટેશનથી દૃૂર રહેતા લોકોને સતાવતો હોય છે. પરંતુ, હવે સમય બદલાયો છે અને હવે આ વાતને ઉંધી સાબિત કરતી એક ઘટના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગઈ કાલે બની હતી.

જમાલપુર ફૂલ બજાર પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોંકીને અડીને ઉભેલા એક વ્યક્તિનો મોબાઈલ ફોન તેના જ હાથમાંથી ઝૂંટવીને ત્રણ ઈસમો ભાગી ગયા હતા. મોટર સાઇકલ ઉપર આવેલા ત્રણેય ઈસમોએ ટ્રાફિક પોલીસ ચોકીનો કોઈ પણ જાતનો ખોફ કર્યા વિના મુકેશ ભાઈ નામની વ્યક્તિના હાથમાંથી મોબાઈલ ફોન છીનવી લઈને ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયા હતા.

એક તરફ ફૂલ બજારમાં લોકોની ભારે ભીડ ભેગી થતી હોય છે. અને બીજી તરફ ટ્રાફિક પોલીસ ચોંકીમાં હાજર ટ્રાફિક જવાનો અને ટીઆરબી જવાનો રાત દિવસ હાજર હોય છે. તેમ છતાં લૂંટારૂઓએ ના તો ભીડ ની કોઈ પરવાહ કરી કે ના તો ટ્રાફિક પોલીસનો કોઈ ખોફ કર્યા વિના બિન્દાસ્ત પણે મોબાઈલ ઝૂંટવીને ઘટનાંને અંજામ આપ્યો હતો.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે શહેરમાં ટ્રાફિક પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે અને માસ્ક વગર ફરતા લોકોને દંડવા માટે રોડ ઉપર વાહન ચેકીંગ કરીને મસમોટી દંડની રકમ વસુલવામાં આવી રહી છે. તો બીજી તરફ તસ્કરો અને લુંટારૂઓ દ્વારા જાણે કે ચોરી અને લૂંટની સીઝન ચલાવામાં આવી રહી હોય તેમ તેઓ ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપી રહૃાા છે. જે પોલીસ જવાનો માટે ખુબજ શરમ જનક વાત સમાન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here