ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ લીધી સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ લીધી સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ લીધી સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત
અમદાવાદ ખાતે આવેલી સાબરમતી મધ્યસ્થ જેલની આજે સાંજે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. સંઘવીએ બે કલાકથી વધુ સમય મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું પણ સ્વનિરીક્ષણ કર્યું હતું.
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ લીધી સાબરમતી જેલની ઓચિંતી મુલાકાત સાબરમતી જેલ

Visit Saurashtra Kranti Homepage here

આઝાદીની ચળવળ દરમિયાન પહેલી જેલયાત્રા વખતે મહાત્મા ગાંધીજીને જ્યાં રાખવામાં આવ્યા હતા તે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે મંદિર સમાન એવા “મહાત્મા ગાંધી યાર્ડ” તેમજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનાવાયેલા “સરદાર યાર્ડ”ની સંઘવીએ મુલાકાત લીધી હતી. બે કલાકથી વધુ સમય સુધી જેલની તમામ વ્યવસ્થાના કરાયેલા નિરીક્ષણ બાદ સંઘવીએ જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

Read About Weather here

રીઢા ગુનેગારોને સમાજના પ્રવાહમાં પુનઃ જોડવા માટે શું પગલાં લઈ શકાય તેના પર આ બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવા માટેની કાર્યયોજના તૈયાર કરવા સંઘવીએ વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં ગૃહ વિભાગના સચિવ નીપૂર્ણા તોરવણે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓને ગૃહરાજ્યમંત્રીએ જરૂરી સૂચનો કર્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here