તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતામાં પાંચ જજોને કોલેજિયમ મળી હતી. જેમાં ગુજરાતના 5 જિલ્લાના પ્રિન્સીપલ જજ અને બે એડવોકેટની ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂંક કરવા ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ કેન્દ્ર સરકારને કરવામા આવી છે. જે અંગે જલ્દી જ નિર્ણય લેવાઈ શકે છે. ત્યારે આ નિર્ણય બાદ ગુજરાતને નવા જસ્ટિસ મળશે.
Visit Saurashtra Kranti Homepage here
સુસાન વેલેન્ટાઈન પિન્ટો, હસમુખભાઈ દલસુખ સુથાર, જિતેન્દ્ર ચંકલલાલ દોશી, મંગેશ રામચંદ્ર મેગ્ડે, દિવ્યેશકુમાર અમૃતલાલ જોશીના નામની પાંચ પ્રિન્સીપાલ જજની જસ્ટિસ તરીકે ભલામણ કરવામાં આવી છે. તેમજ બે એડવોકેટના નામની પણ ભલામણ કરાઈ છે. જેઓ વર્ષોથી સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. તેમાં દેવેન મહેન્દ્રભાઈ દેસાઈ અને દિવ્યાંગ આસિસસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર મોક્ષા કિરન ઠક્કરની ભલામણ કરાઈ છે.
Read About Weather here
ગુજરાત હાઈકોર્ટને નવા જજ મળશે. ત્યારે સુપ્રિમ કોર્ટ કોલેજિયમ દ્વારા કેન્દ્રને કરાયેલ ભલામણમાં બે નામની ભલામણ કરવામાં આવી છે. જેમાં કોલેજીયમે વકીલ દેવાન દેસાઈ અને મોક્ષા ઠક્કરના નામની ભલામણ કરી છે. તેમજ 5 જ્યુડિશિયલ અધિકારીઓની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્તિની પણ ભલામણ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here