ગુજરાત સૌરઉર્જા સુવિધા વિકાસમાં દેશમાં અવ્વલ ક્રમે

ગુજરાત સૌરઉર્જા સુવિધા વિકાસમાં દેશમાં અવ્વલ ક્રમે
ગુજરાત સૌરઉર્જા સુવિધા વિકાસમાં દેશમાં અવ્વલ ક્રમે
સૌરઉર્જા ક્ષેત્રમાં અત્યારે અન્ય તમામ રાજ્યોથી આગળ નીકળેલું ગુજરાત 63 ટકા લક્ષ્યાંકની પ્રાપ્તિ સાથે દેશમાં અવ્વલ ક્રમનું સૌરઉર્જા રાજ્ય બન્યું છે. ગુજરાતમાં જોરદાર રૂફટોપ સોલાર નીતિ, શહેરો અને ગામોમાં અવિરત ઝુંબેશ સહિતના પગલાને કારણે સૌરઉર્જા ક્ષમતાની દ્રષ્ટિએ ગુજરાતની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત સરકારે સૌરઉર્જાની દિશામાં ઘણાબધા રચનાત્મક અને આકર્ષક પગલા લીધા છે. સરકારની નીતિઓ, લોકોની નવું કરવાની સાહસિકતાની ભાવના અને સૌરઉર્જા સુવિધાની સરળ ઉપલબ્ધીને કારણે ગુજરાત સૌરઉર્જા ક્રાંતિ કરી રહ્યું છે.તેમ કેન્દ્ર સરકારનો એક અહેવાલ જણાવે છે. સુર્યા ગુજરાત યોજના અંતર્ગત 2016 થી અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના 391830 આવાસોને રૂફટોપ સોલારથી આવરી લીધા છે તેમ ગુજરાત વીજ વિકાસ સત્તા મંડળના નિયામક શિવાની ગોયલે જણાવ્યું હતું.

Read About Weather here

આમાંથી મોટાભાગની કામગીરી તો છેલ્લા 3 વર્ષમાં જ પરિપૂર્ણ કરવામાં આવી છે. લોકોને વીજબીલમાં બચત થશે તેની ખાતરી કરાવવા માટે નેટ મીટરીંગની વ્યવસ્થા ખુબ અદ્દભુત કામ કરી ગઈ છે. વીજબીલનું આ એવું માળખું છે જે જનરેટર વધારાની ઉર્જાને એટલે કે સરપ્લસ વીજ પુરવઠાને ગ્રીડને પાછો મોકલે છે. સૌરઉર્જા સુવિધા લેનારને 3 કિલો વોટ ક્ષમતા સુધી 40 ટકા સબસીડી આપવામાં આવે છે. જયારે 3 થી 10 કિલો વોટની સીસ્ટમ માટે 20 ટકા સબસીડી આપવામાં આવી છે. વીજબીલમાં ધરખમ ઘટાડો થઇ જતો હોવાથી ગુજરાતના શહેરી વિસ્તારોમાં હવે લોકો ઝડપથી સૌરઉર્જા તરફ વળી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here