ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે

ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ જાહેર  
ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ, રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ હવે વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. પ્રાથમિક માહિતી મુજબ હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનુ વેઇટીંગ લીસ્ટ  જાહેર નહી કરાય. આ સાથે ભરતી માટે દ્વિસ્તરીય પરીક્ષાનું માળખું જાહેર કરાયું છે. 

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈ સામાન્ય વહીવટી વિભાગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. તો પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. આ તરફ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. હવે ફાઈનલ મેરિટના આધારે ઉમેદવારોની નિમણૂક થશે. આ સમગ્ર મામલે ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here