ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુ.થી 29 માર્ચ સુધી મળશે : 24 મીએ બજેટ રજૂ કરાશે

ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુ.થી 29 માર્ચ સુધી મળશે : 24 મીએ બજેટ રજૂ કરાશે
ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુ.થી 29 માર્ચ સુધી મળશે : 24 મીએ બજેટ રજૂ કરાશે
રાજ્યમાં 15 મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.

Visit Saurashtra Kranti Homepage here

બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે.જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે.આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે.વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્ર્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્ર્નોત્તરી માટેનો રહેશે.

Read About Weather here

સત્ર અંગે માહિતી આપતા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલે ગુજરાત વિધાનસભાના બજેટનું આહવાન કર્યું છે. તારીખ 23 ફેબ્રુઆરીના રોજથી 29 માર્ચ સુધી બજેટ સત્રનું આયોજન થઈ રહ્યું છે.23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ વિધાનસભામાં સંબોધન કરશે. તારીખ 24 ફેબ્રુઆરીના રોજ બજેટ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે.તારીખ 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી 35 દિવસો છે. તેમાંથી 25 દિવસો કામકાજ માટેના રહેશે. આ બજેટ સત્રમાં 27 જેટલી બેઠકો થશે. જેમાં ગુજરાત વિધાનસભાના કામકાજ માટેની ચર્ચા થશે. અંદાજપત્ર માટેની 16 જેટલી બેઠકો અને ચર્ચા થશે. સરકારી વિધાયક અને બિલ માટે પાંચ બેઠકોમાં ચર્ચા થશે તો રોજે-રોજ પ્રથમ એક કલાક પ્રશ્ર્નોત્તરી માટેનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here