ગુજરાત વિધાનસભાની 182 બેઠક ન જીતી શકવાનો પાટીલને વસવસો

રાજસ્થાન સહિત 10 રાજયોની ચૂંટણી પ્રચારનું સુકાન પાટીલને સોપાશે?
રાજસ્થાન સહિત 10 રાજયોની ચૂંટણી પ્રચારનું સુકાન પાટીલને સોપાશે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં વિક્રમ સર્જક ઐતિહાસિક વિજય મેળવ્યા છતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પૂર્ણ સંતોષ થયો નથી અને 182 બેઠકો જીતી ન શકવાનો અફસોસ વ્યક્ત કર્યો છે. પાટીલે ગત ચૂંટણીઓમાં ઓછા અંતરથી 17 બેઠકો હારી જવાના મામલે વસવસો દર્શાવ્યો છે અને 2024 ની લોકસભા ચૂંટણીઓ માટે ભાજપની સૌથી મોટી ડેટાબેંકનો ઉપયોગ કરવા અને સંગઠનને વધુ મજબુત કરવા પક્ષને સલાહ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગાંધીનગર ખાતે ગઈકાલે પાટીલની અધ્યક્ષતામાં ભાજપની ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોલતા પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ પાસે સૌથી મોટી ડેટાબેંક છે. નેતાગીરી આ ડેટાબેંકનો ઉપયોગ કરવો જોઈએ. ગુજરાતમાં ભાજપના 73 લાખ સક્રિય સભ્યોને કારણે ભવ્ય વિજય મળ્યો છે. બીજીતરફ ઓછા અંતરથી હારેલી 17 બેઠકો અંગે પણ તેમણે વસવસો વ્યક્ત કર્યો હતો અને તમામ 182 બેઠકો જીતી ન શક્યા તેનો દુ:ખ પણ વ્યક્ત કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

પાટીલે જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્યાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું ત્યાં થોડી મહેનત વધુ કરી હોત તો તે પાર્ટીનું ખાતું જ ખુલ્યું ન હોત. 2024 ની લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઇ સંગઠન વધુ મજબુત કરવા પાટીલે હાંકલ કરી હતી. તેમણે સૂચક વિધાન કર્યું હતું કે હું હોય કે ન હોય પણ મારી વાત ભૂલતા નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here