
પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન જણાવ્યું હતું કે, મહાસંપર્ક અભિયાન શરુ કરવામાં આવશે. આ અભિયાન 30 મેથી શરુ થશે અને એના અંતર્ગત ભાજપ ગુજરાતના એક એક ઘર અને એક-એક વ્યક્તિ સાથે મળશે અને પાછલા નવ વર્ષમાં સરકારે કરેલા દરેક કામોને જનતા સુધી પહોંચાડશે. દરેક જિલ્લાઓમાં અલગ-અલગ કાર્યક્રમો થશે. ઉપરાંત સ્થાનિક નાગરિકો સાથે વાર્તાલાપ, વિશિષ્ટ વ્યક્તિઓનો જનસંપર્ક, પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન તેમજ વિશાળ જનસભાઓ પણ થશે. આ ઉપરાંત દેશભરમાં 51 જનસભાઓ પણ યોજાશે.
Visit Saurashtra Kranti Homepage here
ભાજપે બુથ સશક્તિકરણ અભિયાન પણ શરુ કર્યું છે અને તેઓ સોશિયલ મીડિયાને મજબૂત કરવાના પ્રયાસો પણ કરી રહ્યાં છે. આ દરેક કાર્યો માટે ભાજપ યુવાઓને પ્રોત્સાહિત કરી રહી છે. યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટે જણાવ્યું કે, બુથ સશક્તિકરણમાં જે બૂથમાં 30 લોકોની સમિતિ બને છે એ સમિતિની અંદર પણ મોટા ભાગે યુવાઓ જોડાય તેવી તૈયારી ભાજપ કરી રહી છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા સીટ પાંચ લાખથી વધારેના માર્જિનથી જીતવા માટે સીઆર પાટીલે રણનીતિ ઘડવાની શરુ કરી દીધી છે. આ વખતે ભાજપનું લક્ષ્ય સોશિયલ મીડિયા મજબૂત કરવુ, વધારેમાં વધારે જનસંપર્ક કરવો અને બુથ સશક્તિકરણ કરવાનું હશે.
Read About Weather here
કમલમમાં જિલ્લાવાર બેઠકો થઈ રહી છે. કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં સોશિયલ મીડિયા કઈ રીતે મજબૂત કરવું તેની રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. આ વખતે વોટ્સઅપ ઉપરાંત સરલ એપ, નમો એપ, ઈન્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક આ પાંચ એપ ડાઉનલોડ કરે તેવી ઝુંબેશ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે શરુ કરી છે.સરલ એપ દરેક કાર્યકર્તાઓએ ફરજિયાત ડાઉનલોડ કરવાની રહેશે જેના દ્વારા કાર્યકર્તાઓને વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમો અને સરકારની યોજનાઓની માહિતી અમુક જ ક્ષણોમાં કાર્યકર્તાઓ સુધી પહોંચે છે, જેથી એ એપ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here