ગુજરાત ઓલિમ્પિક યજમાન બનવા સજ્જ

ગુજરાત ઓલિમ્પિક યજમાન બનવા સજ્જ
ગુજરાત ઓલિમ્પિક યજમાન બનવા સજ્જ

એથ્લેટ વિલેજ 500 એકરમાં આકાર પામશે, જમીનની ફાળવણી શરૂ

ઓલિમ્પિકના યજમાન બનવા માટે મજબુત દાવો રજુ કરવા ગુજરાત સરકાર સજ્જ થઇ ગઈ છે. 2036 નો ઓલિમ્પિક મેળાવડો યોજવાનું બહુમાન ગુજરાતને પ્રાપ્ત થાય એ માટે અત્યારથી જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એથ્લેટ ઓલિમ્પિક વિલેજ 500 એકર જમીન પર સાકાર થશે. એ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રમતવીરો અને સ્પોર્ટીંગ સ્ટાફ માટે એથ્લેટ વિલેજમાં તમામ અતિઆધુનિક સાધન સુવિધાઓ રાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યા મુજબ ઓલિમ્પિકની રમતો માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે. હવે રમતવીરો, કોચ વગેરે માટે વિલેજ ઉભું કરવામાં આવશે. એ માટે સાબરમતી તથા આસપાસની જમીનો આપવામાં આવશે. જીઆઈડીસીની 70- 70 એકર જમીન ફાળવવામાં આવશે. ઉપરાંત નર્મદા નિગમની 65 એકર જમીન, 235 એકરનો સરકારી ખરાબો તથા કોર્પોરેશનની જમીન પર અપાશે.

Read About Weather here

ખેલકૂદ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને અડીને જ એથ્લેટ વિલેજ બનાવાશે. જેમાં રમતવીરો અને સ્પોર્ટીંગ સ્ટાફ રોકાશે. જેમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. ઓલિમ્પિકના માપદંડ મુજબ ડીઝાઈન અને સુવિધાઓ માટે આંતરરાષ્ટ્રીય ક્ધસલ્ટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી રહી છે.
તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાસ બેઠક યોજીને તૈયારીઓની વિગતો જાણી હતી. ગૃહમંત્રી શાહ સમક્ષ પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું. 236 એકરના સરદાર પટેલ કોમ્પ્લેક્ષ ઉપરાંત ઓલિમ્પિકની અલગ અલગ રમતો માટે નારણપુરામાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. તેનાથી પણ બમણી જગ્યામાં એન્કલેવનું નિર્માણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here