કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને દરેક માર્ગોના ખૂણા પર ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે પ્રથમ તબક્કામાં 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 520 ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની મંજુરી આપવામાં આવી હતી તેમાં 497નું કામ પૂર્ણ થઇ ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
દિલ્હીમાં 94, કર્ણાટકમાં 66અને તેલંગાણામાં 57 ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. ઉતરપ્રદેશમાં સૌથી વધુ 4.14 લાખ ઇલેક્ટ્રીક વાહનો હોવા છતાં ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા માત્ર 16 જ છે. દિલ્હીમાં 1.83 લાખ ઇલેક્ટ્રીક વાહનો છે.મહારાષ્ટ્રમાં 1.79 લાખ ઇલેક્ટ્રીક વાહનો છે.
રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે દેશના 25 રાજ્યોમાં 67 શહેરોમાં 2877 ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવશે. 16 હાઈવે તથા 9 એક્સપ્રેસ-વે પર 1576 ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો બનશે. દેશમાં વર્તમાન સ્થિતિએ 18 લાખથી વધુ ઇલેક્ટ્રીક વાહનો છે. ગુજરાતમાં 278 ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Read About Weather here
ભારતની જેમ વિશ્ર્વભરમાં ઇલેક્ટ્રીક વાહનોને ટ્રેન્ડ વધી રહ્યો છે. 2021માં દુનિયાભરમાં ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા 5 લાખથી વધુ હતી તે 2022માં વધીને 23 લાખની થઇ ગઇ છે. 2030 સુધીમાં દુનિયાભરમાં 1.5 કરોડ ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન હોવાનું અનુમાન મુકવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here