ગુજરાતમાં સ્ટીલના વેપારીઓ પર આવકવેરાના વ્યાપક દરોડા

ગુજરાતમાં સ્ટીલના વેપારીઓ પર આવકવેરાના વ્યાપક દરોડા
ગુજરાતમાં સ્ટીલના વેપારીઓ પર આવકવેરાના વ્યાપક દરોડા

100 થી વધુ અધિકારીઓ જોડાયા, અમદાવાદ અને કચ્છના ટોચના સ્ટીલ ગ્રુપ પર તવાઈ: હજુ સર્ચ કાર્યવાહી ચાલુ

કેન્દ્રના સામાન્ય અંદાજપત્રને આડે માંડ પખવાડીયુ પણ બાકી નથી તેવા સમયે ઇન્કમટેક્ષ દ્વારા ગુજરાતમાં દરોડા ઓપરેશન હાથ ધરીને અમદાવાદ તથા કચ્છમાં સ્ટીલના વ્યવસાયી એચ.એ.કયુ. સ્ટીલ પર તવાઇ ઉતારતા ખળભળાટ સર્જાયો છે. દોઢ ડઝનથી વધુ સ્થળોએ દરોડા અને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ ઇન્કમટેક્ષ ઇન્વેસ્ટીગેશન વીંગના સુર્યકાંત પવારના વડપણ હેઠળ આજે સવારથી આવકવેરા અધિકારીઓનો કાફલો અમદાવાદ તથા કચ્છમાં ત્રાટકયો હતો અને મોટા પાયે દરોડા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે અમદાવાદમાં એચ.એ.કયુ. સ્ટીલની ઓફિસ તથા સંચાલકોના નિવાસસ્થાન સહિતના ડઝનથી વધુ સ્થળોએ અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો અને દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. આ સિવાય કચ્છના ગાંધીધામમાં કંપનીની ઓફિસ તથા અન્ય સંલગ્ન સ્થળોએ પણ સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા.

સૂત્રોના કહેવા પ્રમાણે ઇન્કમટેક્ષના 100થી વધુ અધિકારીઓનો કાફલો દરોડા ઓપરેશનમાં જોડાયો છે. રાજકોટથી પણ અધિકારીઓની બે ટીમોને તપાસમાં સામેલ કરવામાં આવી છે. કરોડો રૂપિયાની કરચોરી પકડાવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. વ્હેલી સવારમાં કડકડતી ઠંડીમાં ઇન્કમટેકસે દરોડા ઓપરેશન હાથ ધરતા વેપાર ઉદ્યોગકારોમાં સોંપો પડી ગયો હતો. નવા કેલેન્ડર વર્ષનું ગુજરાતમાં આ પ્રથમ દરોડા ઓપરેશન છે અને તેને પગલે વેપારીઓમાં ખળભળાટ સર્જાયો હતો. એમ કહેવાય છે કે સામાન્ય રીતે બજેટ રજૂ થવાનું હોય તેની આસપાસના દિવસોમાં ઇન્કમટેક્ષ દ્વારા કોઇ મોટી કાર્યવાહી કરવામાં આવતી નથી અને એટલે વેપાર ઉદ્યોગકારો પણ હૈયે ધરપત રાખતા હોય છે.

Read About Weather here

આ વખતે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા કેન્દ્રના સામાન્ય બજેટની જાહેરાતના પખવાડીયા પૂર્વે જ ગુજરાતમાં દરોડા ઓપરેશન કરતા વેપારી ઉદ્યોગકારો પણ સ્તબ્ધ બની ગયા છે. ગુજરાત ઇન્કમટેક્ષે કેલેન્ડર વર્ષ 2022માં પણ ઉદ્યોગકારોને આ રીતે જ ઉંઘતા ઝડપયા હતા અને વિધાનસભાની ચૂંટણીગાળાના સમય દરમ્યાન જ ત્રણ જેટલા દરોડા ઓપરેશન હાથ ધર્યા હતા. આજની દરોડા કાર્યવાહી અમદાવાદ ઇન્કમટેક્ષ ઇન્વેસ્ટીગેશન વીંગ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here