ગુજરાતમાં વ્યાજખોરો પર પોલીસનો સપાટો, 14 દિવસમાં 468ની ધરપકડ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વ્યાપક ઝુંબેશ દરમ્યાન 500 એફઆઈઆર, 643 સામે ગુનો નોંધાયો

ગુજરાત સરકાર દ્વારા આગામી 100 દિવસમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. સરકારે વ્યાજખોરો સામે ચલાવેલા મેગા ડ્રાઈવમાં 14 દિૃવસના અંતે 500 FIR, 643 સામે ગુનો અને 468ની ધરપકડ કરાઈ છે. લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેમને રૂપિયા આપતા વ્યાજખોરો હવે જીવલેણ બની રહૃાાં છે. વ્યાજખોરીના ખપ્પરમાં અનેક લોકો આત્મહત્યા કરી રહૃાાં છે. ત્યારે ગુજરાત સરકાર હવે આ મુદ્દે આક્રમક બની છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતના અનેક મોટા શહેરોમાં લોકદરબારો યોજીને લોકોની ફરિયાદ લેવામાં આવી રહૃાાં છે. બે સપ્તાહમાં જ 500થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે. જ્યારે 643 લોકો સામે ગુના દાખલ થયા છે અને 468થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં વ્યાજખોરો વિરૂધ્ધ રેન્જ આઇજીનો લોક દરબાર ગઈકાલે યોજાયો હતો. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના અધ્યક્ષસ્થાને જામનગરના દરબારગઢ વિસ્તારમાં વ્યાજખોરો વિરૂધ્ધ ભવ્ય લોક દરબાર યોજાયો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું દ્વારા લોક દરબારનું આયોજન કરાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને શહેરીજનો લોકદરબારમાં ઉપસ્થિત રહૃાા.

Read About Weather here

વ્યાજખોરો વિરૂધ્ધ કોઈપણ જાતના ભય વિના લોકો સામે આવે તેવી પોલીસે અપીલ કરી હતી. રાજ્યમાં બેફામ બનેલા વ્યાજખોરોની હવે ખેર નથી. સરકારે આવા તત્વો સામે કાર્યવાહી માટે કમર કસી છે. પોલીસ એક સપ્તાહ માટે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસ સામે ચાલીને ફરિયાદીઓ પાસે જશે. વ્યાજખોરો સામે ફરિયાદ કરવા સરકારે લોકોને અપીલ પણ કરી છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કાર્યવાહી માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને સરકારે પોતાના પ્રથમ 100 દિવસના એેજન્ડામાં પણ સામેલ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here