રાજકોટ, સુરત, અમદાવાદ, ડીસા, મહેસાણા સહિતના અનેક શહેરોમાં પોલીસના વ્યાપક દરોડા: ઓલપાડમાં એક મહિલા વ્યાજખોર સહિત પાંચની ધરપકડ
ખેડામાં 3 શખ્સો સામે વ્યાજખોરીનો ગુનો દાખલ: અમદાવાદમાં તેલના ડબ્બાની આડમાં વ્યાજખોરીનો બેફામ ધંધો ચાલતો હોવાનો ધડાકો
ગુજરાતમાં વ્યાજના વિષચક્રને તોડી પાડવા માટે અને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા અનેક પરિવારોને મુક્ત કરાવવા માટે પોલીસે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી જોરદાર અને અસાધારણ ઝુંબેશ શરૂ કરી દીધી છે. ઠેરઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ધરપકડોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
અત્યાર સુધીમાં ડઝનથી વધુ વ્યાજખોર તત્વો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમદાવાદમાં તો તેલના ડબ્બા અને સોનાના બિસ્કીટના વેપારની આડમાં વ્યાજખોરીનો ધમધમતો ધંધો ચલાવવામાં આવી રહ્યાનો ધડાકો થયો છે. અમદાવાદ પોલીસે વ્યાજના વિષચક્રને તોડી પાડવા માટે રાજકોટ પોલીસની જેમ માસ્ટર પ્લાન બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.ગઈકાલથી રાજકોટ, સુરત, અમદાવાદ, ખેડા, નવસારી, ડીસા, આણંદ, મહેસાણા વગેરે અનેક શહેરોમાં પોલીસે વ્યાપક અને કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ઓલપાડમાં એક મહિલા વ્યાજખોર સહિત પાંચ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. નવસારીમાં વ્યાજખોરીનો ધંધો કરી રહ્યાની ફરિયાદ બદલ ભાજપના એક કોર્પોરેટર સામે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ખેડામાં 3 વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ રીતે પોલીસે વ્યાજખોરીના આખા નેટવર્કને તોડી પાડવા માટે મહાઅભિયાન શરૂ કરી દીધું છે. જેને લોકો માટે વ્યાપક આવકાર મળી રહ્યો છે. વ્યાજખોરીએ અનેક પરિવારોને બરબાદ કરી નાખ્યા છે. કેમકે બિલાડીના ટોપની જેમ વ્યાજખોરોનો રીતસર રાફડો ફાટ્યો છે અને વ્યાજખોરીના વિષચક્રમાં અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે. વ્યાજખોરોના ડરથી કેટલાય પીડિતો આપઘાત કરી ચુક્યા છે અથવા તો ઘર-પરિવારથી દુર નાસી જવું પડ્યું છે. આવી સેંકડો-હજારો ફરિયાદો રાજ્યભરમાં થઇ હોવાથી છેવટે પોલીસે હવે લાલઆંખ કરી છે અને પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં તો પોલીસની નજરથી બચવા વ્યાજખોરો નવી- નવી તરકીબો અજમાવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં તેલના ડબ્બાના કારોબાર અને સોનાના બિસ્કીટની આડમાં બેરોકટોક- બેફામ વ્યાજખોરીનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે.
નામ નહીં આપવાની શરતે એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં તેલના ડબ્બાના નામે વ્યાજખોરીનું દુષણ એ ફૂલીફાલી રહ્યું છે. આ જાણકાર વ્યક્તિએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિએ વ્યાજ પર રૂ.30 હજાર જોઈતા હોય તો એ વ્યાજખોર આવેલી વ્યક્તિને નજીકની કરીયાણાવાળાની દુકાન પાસે મોકલે છે. એ વ્યક્તિ દુકાન પર પહોંચે તો વ્યાજખોર ફોન કરીને ફોનમાં આવેલ વ્યક્તિને તેલના 30 ડબ્બા આપવાની વાત કરે છે. વ્યાજખોરને આવી દુકાન સામે સેટિંગ હોય છે. તે દુકાનદાર એ વ્યક્તિને 21 હજાર આપે છે. એ દિવસથી એ વ્યક્તિએ આવનારા 40 દિવસ સુધી રૂ.600 દૈનિક આપવા પડે છે. એટલે 21 હજારના 30 હજાર ચૂકવવાના આવે છે.
Read About Weather here
આવી રીતે પાંચ હજારથી માંડીને લાખો રૂપિયા સુધીનો વ્યવહાર તેલના ડબ્બાના નામે ચાલે છે. જાણકારોએ કહ્યા મુજબ સોનાના બિસ્કીટના નામે પણ આવી રીતે વ્યાજખોરી ચાલે છે. જે વ્યક્તિને રૂપિયા વ્યાજે જોતા હોય તેને વ્યાજખોર સોનાના બિસ્કીટ ખરીદવાનું કહે છે. દાખલા તરીકે એક તોલા સોનાના બિસ્કીટનો ભાવ રૂ.32 હજાર હોય છે તે પ્રમાણે વ્યાજખોર રૂપિયા આપે છે. પણ 32 હજારને બદલે વ્યાજખોર માત્ર રૂ.23 હજાર આપે છે અને દૈનિક રૂ.500 નો હપ્તો નક્કી થાય છે. એટલે 24 હજાર લેનાર વ્યક્તિ 64 દિવસ સુધી વ્યાજખોરને દૈનિક રૂ.500 આપે છે. આ રીતે ગુપ્તરાહે મોટાપાયે વ્યાજખોરી ચાલે છે. પોલીસે આવા તત્વોને ઝડપી લેવા માસ્ટર પ્લાન બનાવ્યો છે અને ઝીણી નજર રાખવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here