ગુજરાતમાં પ્રવાસીઓનો રાફડો ફાટ્યો…!

ગુજરાતમાં પ્રવાસીઓનો રાફડો ફાટ્યો…!
ગુજરાતમાં પ્રવાસીઓનો રાફડો ફાટ્યો…!
ગુજરાતમાં આવતાં સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. 2019 સરખામણીએ વર્ષ 2022માં પ્રવાસીઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. એટલે કે કોરોના પહેલા ગુજરાતમાં જે પ્રવાસીઓ આવતા હતા તેનાથી બમણો વધારો જોવા મળી રહ્યો છે. આ અંગેની માહિતી રાજ્ય પ્રવાસન વિભાગના સેક્રેટરી હારિત શુક્લાએ આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે જણાવ્યું કે, કોરોના પહેલા વર્ષ 2019માં આવેલા પ્રવાસીઓની સંખ્યા 6 કરોડ જેટલી હતી, જે કોરોના સંક્રમણના બે વર્ષમાં ઘટીને વર્ષ 2020માં 1.94 કરોડ અને વર્ષ 2021માં 2.45 કરોડ જેટલી થઈ ગઈ હતી. જે બાદ હવે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. રાજ્યમાં વર્ષ 2022માં અંદાજે 12 કરોડ જેટલા પ્રવાસીઓ આવ્યા છે. 

Read About Weather here

હારિત શુક્લાએ જણાવ્યું કે, ગુજરાતમાં પ્રવાસન સ્થળો વધતા ટુરીસ્ટોની સંખ્યા બમણી થઇ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, મુખ્ય યાત્રાધામો, સાસણ ગીર, વિવિધ અભ્યારણ્યો અને જંગલ સફારી જે નવા નવા ડેસ્ટીનેશનમાં મુલાકાતીઓની સંખ્યા વધતી જાય છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here