રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં વ્યાજખોરોએ પચાવી પડેલી મિલ્કતો પાછી અપાવવા ઇન્કમટેક્ષ અને ઈડીની મદદ લેવાની મહત્વની જાહેરાત કરતા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ
રાજકોટ રેન્જના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 100 સ્થળે વ્યાજખોરો વિરૂધ્ધ લોકદરબાર યોજાયા, પાંચ જિલ્લામાં 11 ગુન્હા દાખલ કરી 18 વ્યાજખોરોની ધરપકડ
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજારો પરિવારોના જીવન બરબાદ કરી નાખનાર વ્યાજખોરીના વિષચક્રને ડામી દેવા માટે રાજ્યભરમાં પોલીસે શરૂ કરેલી અવિરત ઝુંબેશ આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. દરમ્યાન પોલીસ ચોપડે નોંધાયેલા ચોંકાવનારા આંકડા દર્શાવે છે કે, રાજ્યમાં છેલ્લા પાંચ જ વર્ષમાં વ્યાજખોરોના ત્રાસથી 512 લોકો આપઘાત કરી ચુક્યા છે. એટલે પોલીસે ઝુંબેશ વધુ જોરદાર બનાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
દરમ્યાન રાજકોટ રેન્જના આઈજી અશોકકુમારે યાદવે બહુ મોટી જાહેરાત કરી હતી કે, વ્યાજખોરોએ પચાવી પાડેલી ફરિયાદીઓની મિલ્કત પરત અપાવવા માટે ઇન્કમટેક્ષ વિભાગ અને ઇડીની મદદ પણ લેવામાં આવશે. પોલીસની જબરી કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે અને અનેક વ્યાજખોરો ભોંભીતર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી વ્યાજખોરોનો આતંક હદ વટાવી ચુક્યો છે. ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં 512 લોકોને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવો પડ્યો છે. વ્યાજખોરોનો આતંક તમામ હદો પાર કરી ચુક્યો છે. કેમકે લોકદરબારમાં પીડિત લોકો તરફથી ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે.
આજે ભાવનગરમાં વ્યાજખોરી બદલ એક પોલીસ કોન્સટેબલ અને અન્ય 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. રાજકોટમાં ભાજપના કાર્યકર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાઓમાં વ્યાજખોરીના 11 ગુન્હા દાખલ કરી 18 વ્યાજખોરોની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે મહત્વની જાહેરાત કરી હતી કે, વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલ્કત પીડિત ફરિયાદીઓને પરત અપાવવા માટે પોલીસ હવે ઇન્કમટેક્ષ વિભાગ તેમજ ઇડીની પણ મદદ લેશે. સામાન્ય નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા અને આવા તત્વો પર કાયદાની લગામ કસવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોર તત્વો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવા સુચના આપી હતી. જેના અનુસંધાને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ તા.5 થી 31 જાન્યુઆરી સુધી વ્યાજખોરો વિરૂધ્ધ ખાસ મહાઅભિયાનનું આયોજન કર્યું છે.
Read About Weather here
રાજકોટ રેન્જમાં પાંચ જિલ્લાઓમાં આજે એકસાથે 100 સ્થળે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે ફિલ્ડ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખી છે જેથી જરૂર જણાય તો તુરંત જ આરોપીની ધરપકડ કરાશે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે. લોકોમાં જાગૃતિ આવે અને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકો હિંમત કરીને કાયદાનો આશરો લેવા માટે સામે આવે એ માટે સોશિયલ મીડિયા પર 250 થી વધુ પોસ્ટ મુકવામાં આવી છે. એટલું જ નહીં માઈકની ગાડી ફેરવીને 200 થી વધુ સ્થળે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. વ્યાજખોરીથી અસરગ્રસ્ત વિસ્તારો નક્કી કરી આ વિસ્તારોમાં 6 હજારથી વધુ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જમાં પોલીસ ડોર ટુ ડોર ફરીને લોકોને સમજણ આપી રહી છે. રેન્જ આઈજીએ ખાતરી આપી હતી કે, વ્યાજખોરીને ડામી દેવા માટે પોલીસ કટિબદ્ધ છે તેનો હું લોકોને ભરોસો આપું છું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here