ગુજરાતમાં ચેકડેમ, સરકારી શાળાઓના જુના ઓરડાઓની મરામત

ગુજરાતમાં ચેકડેમ, સરકારી શાળાઓના જુના ઓરડાઓની મરામત
ગુજરાતમાં ચેકડેમ, સરકારી શાળાઓના જુના ઓરડાઓની મરામત

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર, પાલીતાણા માટેની સીટના સભ્યોના નામ સાંજે જાહેર થશે

ગુજરાતમાં ભુપેન્દ્ર સરકારની આજે મળેલી કેબિનેટ બેઠકમાં પાલીતાણામાં પવિત્ર જૈન તીર્થધામમાં પ્રાચીન પગલાઓમાં તોડફોડ અંગે તપાસ માટે રાજય સરકાર દ્વારા ખાસ તપાસ ટીમની રચના કરવા નિર્ણય લેવાયો હતો અને આજે સાંજ સુધીમાં આ તપાસ ટીમના સભ્યોના નામની જાહેરાત કરી દેવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આજે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ ઉપરાંત રાજયોમાં કેશુભાઈ પટેલ સરકાર સમયે જે ચેકડેમ તૈયાર કરવામાં આવ્યા હતા તે ચેકડેમની મરામત મોટા પાયે કરવા પણ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત રાજયભરમાં જે સરકારી શાળાઓના ઓરડા તથા અન્ય બાંધકામ જર્જરીત તૂટેલી હાલતમાં છે તેને નવેસરથી રીપેરીંગ કરવા અને જરૂર પડે તેને નવું બાંધકામ કરવાનો પણ નિર્ણય લેવાયો હતો.

Read About Weather here

રાજયમાં વિધાનસભા ચૂંટણી સમયે શિક્ષણના દિલ્હી મોડેલનો મુદો ચમકયો હતો અને આમ આદમી પાર્ટીએ આ મુદે તથા આરોગ્ય મુદે મત માંગ્યા હતા પરંતુ તેને સફળતા મળી ન હતી.હવે રાજય સરકારે શિક્ષણના મોડેલને શ્રેષ્ઠ બનાવવા નિર્ણય લીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here