ગુજરાતભરમાં આ વર્ષની રવિ સીઝનમાં વાવેતરના આંકડા કૃષિ વિભાગે એકઠા કર્યા છે. જે માં ઘઉં, ચણા, જુવાર, જીરૂં, શેરડી, જેવી જણસના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ડુંગળી, લસણ, બટેટા, શાકભાજી, સરસવ, તમાકુ, ધાણા, ઇસબગુલ, ઘાસચારાનાં વાવેતરમાં વધારો નોંધાયો છે.
Visit Saurashtra Kranti Homepage here



જૂનાગઢ કૃષિ યુનિ.ના આંકડા વિભાગનાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં રવિ સીઝનમાં ઘઉંનો વાવેતર વિસ્તાર સામાન્ય રીતે 13,01,051 હેક્ટર છે. તેની સામે આ મોસમમાં 12,65,933 હેક્ટરમાં વાવેતર થયું છે. આમ 79,074 હેક્ટર સામાન્ય કરતાં ઓછું થયું છે. જોકે, ગત રવિ સીઝન કરતાં આ વાવેતર 43,956 હેક્ટર વધુ છે. તો ચણાનો કુલ વાવેતર વિસ્તાર 7,75,278 હેક્ટર છે. તેને બદલે આ વખતે 7,64,518 એટલેકે, 10,760 હેક્ટર વાવેતર વિસ્તાર ઘટ્યો છે.
Read About Weather here
ગત વર્ષે ચણાનું સામાન્ય કરતાં 3,26,067 હેક્ટર વધુ વિસ્તારમાં વાવેતર થયું હતું એ રીતે સરખાવીએ તો પણ ચણાના વાવેતરમાં ગત વર્ષ કરતાં મોટો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં તમામ જણસનો કુલ વાવેતર વિસ્તાર 44,75,142 હેક્ટર છે. એમાં 2,320 હેક્ટરનો ઘટાડો થયો છે. આ વર્ષે રવિ સીઝનમાં કુલ વાવેતર 44,72,822 હેક્ટર વિસ્તારમાં થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here