ગુજરાતમાં કોરોના બેકાબૂ થતા હવે વેક્સિનેશનની જવાબદારી મોદીના ખાસ…

284
ગુજરાત
ગુજરાત

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં વધતા કોરોના કેસની ગંભીર નોંધ લેતું વડાપ્રધાન કાર્યાલય

મહાપાલિકાથી માંડીને કલેક્ટરોને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યા

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરની ગંભીર નોંધ વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી છે, જેને લઈને કોવિડ ટેસ્ટિંગથી માંડીને વેક્સિનેશન માટે ગુજરાત સરકારને સીધી સૂચના આપવામાં આવી રહી છે, ખાસ કરીને કોરોનાને કાબુમાં લેવા વેક્સિનેશનની ગતિ વધારવા વડાપ્રધાન કાર્યાલય નજર રાખી રહ્યું છે અને વેક્સિનેશન મામલે કૈલાસનાથનની આગેવાનીમાં અધિકારીઓને ટીમ બનાવવામાં આવી છે.

ગુજરાતમાં વેક્સિનેશન ધીમી ગતિએ ચાલતી હોવાથી પીએમઓમાં નારાજગી હતી અને આથી જ હવે વડાપ્રધાનના ખાસ ગણાતા કૈલાસનાથન સહિતના અધીકારીઓની ટીમને સમગ્ર કામગીરી સોંપી દેવાઇ છે. અને આગામી દિવસોમાં કોઇપણ ભોગે કોરોનાને ફરી કાબુમાં લઇ લેવા તથા વેક્સિનેશનને ઝડપી બનવવા વડાપ્રધાન દ્વારા ખાસ સુચના અપાઇ છે.

ગુજરાતમાં વેક્સિનેશન ઝડપી બનાવવા માટે કેન્દ્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી, રાજ્યમાં કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે સમયે જ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની બદલીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જેથી વેક્સિનેશનની કામગીરી મુખ્યમંત્રીના ચીફ પ્રીન્સીપલ સેક્રેટરી કે.કૈલાસનાથનને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, એટલું જ નહીં રાજ્યમાં વેક્સિનેશન કામગીરીનો ચાર્જ પણ સંભાળી લીધો છે. કૈલાશનાથન નિર્ણયોના ઝડપી અમલીકરણ માટે જાણીતા હોવાથી તમામ મહાપાલિકામાં તથા જીલ્લાઓમાં રાજ્ય સરકારે ખાસ અધિકારીઓ નિયુક્તી કર્યા છે. તેમની સાથે સીધો સંપર્ક કરી વેક્સિનેશન વધારવાનું પ્લાનિંગ કરી રહ્યા છે,જેમાં ચોક્કસ ટાર્ગેટ સાથે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

Read About Weather here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાજેતરમાં જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં ઝડપી વેક્સિનેશનની તાકીદ કરી હતી તે પછી રાજ્યનું તંત્ર દોડતું થયું છે.બીજી તરફ જયંતિ રવિની બદલીની ચર્ચા ચાલી રહી છે.આ સ્થિતિમાં ગુજરાતમાં આરોગ્ય વિભાગનો હવાલો અન્ય સિનિયર અને આરોગ્ય વિભાગના અનુભવી અધિકારીને સોંપવા ની હિલચાલ શરૂ થઈ ગઈ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here