ગુજરાતમાં કાશ્મીર જેવું વાતાવરણ…!

ગુજરાતમાં કાશ્મીર જેવું વાતાવરણ…!
ગુજરાતમાં કાશ્મીર જેવું વાતાવરણ…!
ગુજરાતભરમાં શનિવાર અને રવિવારે સતત બે દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજ્યભરમાં ધુમ્મસ છવાયું છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. તો ઘુમ્મસને પગલે રાજ્યમાં કાશ્મીર જેવું વાતાવરણ છવાયું છે. સવારથી જ અમદાવાદ શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેર-ઠેર વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં કાશ્મીર જેવું વાતાવરણ…! વાતાવરણ

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. એને પગલે 50 ફૂટ દૂર પણ બરાબર જોઈ શકાતું ન હતું. એથી વાહનચાલકોને ફરજિયાતપણે વાહનોની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. જ્યારે રાજ્યમાં છવાયેલા ધુમ્મસની અસર હાઈવે પર વધારે જોવા મળે છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને NH 48 પર ધુમ્મસ વધારે હોવાથી વાહનચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ચાલકોને વિનંતી કરી છે.

ગુજરાતમાં કાશ્મીર જેવું વાતાવરણ…! વાતાવરણ

સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રવિવારે અમદાવાદના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે આકાશ વાદળોથી ઘેરાવાની સાથે પવનની ગતિ ઘટી ગઈ હતી, જેને કારણે વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું હતું. જોકે બપોર પછી પવનની ગતિ વધી હતી, પણ વાદળોનું પ્રમાણ યથાવત્ રહેતાં વાતાવરણ રહેલા ધૂળના રજકણો ઉપર જવાને બદલે જમીન તરફ આવતાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું.

Read About Weather here

હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે બપોર પછી સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર દૂર થતાં વાદળાં વિખરાશે. આ સાથે લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડીગ્રી રહ્યું હતું, જ્યારે લઘુતમ તાપમાન 4.5 ડીગ્રી વધી 17.4 નોંધાયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 64 ટકા હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here