ગુજરાતમાં ઇલેકટ્રીક વાહનના વેંચાણમાં વધારો

ગુજરાતમાં ઇલેકટ્રીક વાહનના વેંચાણમાં વધારો
ગુજરાતમાં ઇલેકટ્રીક વાહનના વેંચાણમાં વધારો

ગુજરાતમાં 2022માં 68999 ઈલેકટ્રીક વાહનો વેંચાયા: રાજકોટ સહિત ચાર મહાનગરોનો જ મોટો હિસ્સો

ગુજરાતમાં ઈલેકટ્રીક-વાહનોના વેચાણમાં 600 ટકાથી વધુનો ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં 2022 માં 68999 ઈલેકટ્રીક વાહનોનું વેંચાણ થયુ છે. જે સંખ્યા 2021 માં માત્ર 9776 ની હતી. સીએનજી વાહનો કરતા પણ ઈલેકટ્રીક વાહનોનું વેંચાણ વધી ગયુ છે.સીએનજી વાહનોનું વેચાણ 2022 માં 50,007 નોંધાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે નવા નવા ચાર્જીંગ સ્ટેશનો ઉભા થઈ રહ્યા હોવાને પગલે ઈલેકટ્રીક વાહનોનો ટ્રેન્ડ વધી રહ્યો છે. દેશમાં ગુજરાત સહિત 18 રાજયોએ ઈલેકટ્રીક વાહનોની નીતિ તૈયાર કરી છે. ઓકટોબર 2021 થી ઈલેકટ્રીક વાહનોના વેચાણ રફતાર પકડવા લાગ્યા હતા. જે 2022 માં વધુ ઝડપી બન્યુ હતું. ચાલુ વર્ષે 2023ના પ્રથમ દસ દિવસમાં જ 2168 ઈલેકટ્રીક વાહનોનું વેંચાણ થઈ ગયુ છે.જેમાં 60 ટકા હિસ્સો ટુ-વ્હીલરનો છે.

Read About Weather here

રાજયના પશ્ર્ચિમ વિભાગનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે, સીએનજી વાહનોનો વેંચાણ વૃધ્ધિદર ગત વર્ષે 58 ટકા હતો પરંતુ ઈલેકટ્રીક વાહનોનો 606 ટકા રહ્યો છે. સમગ્ર દેશનો વૃધ્ધિદર 211 વાહનો તેની સરખામણીએ પણ ગુજરાતનું વેચાણ ત્રણ ગણુ વધુ છે. પેટ્રોલનાં વાહનોમાં એક કિલોમીટરનો ખર્ચ રૂા.5, સીએનજી વાહનોમાં રૂા.3.50 થી 4 સામે ઈલેકટ્રીક વાહનોમાં પ્રતિ કિલોમીટર ખર્ચ રૂા.1 નો 2 નો છે.ઈલેકટ્રીક વાહનો ફુલ ચાર્જ થતા 300 કી.મી. ચાલે છે તે પણ એક જમાપાસુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here