ગુજરાતની વેરાની આવકમાં મોટું ગાબડું પડવાની ભીતિ

ગુજરાતની વેરાની આવકમાં મોટું ગાબડું પડવાની ભીતિ
ગુજરાતની વેરાની આવકમાં મોટું ગાબડું પડવાની ભીતિ

14 ટકા જીએસટી વૃધ્ધિદર પ્રાપ્ત નહીં થાય: રિઝર્વ બેંકનો ચોંકાવનારો અહેવાલ

જીએસટી વળતર યોજના કેન્દ્ર સરકારે બંધ કરી દઈ રાજયોને વેરાની ખાધનું વળતર ચૂકવવાનું બંધ કર્યું છે. જેના પરિણામે ગુજરાત સહિત દેશના 10 થી વધુ રાજ્યો માટે ગંભીર આર્થિક સંકટ ઉભું થાય તેવી શક્યતા છે. રિઝર્વ બેંકના એક અહેવાલમાં એવી લાલબતી ધરવામાં આવી છે કે, ગુજરાત જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં મોટું ગાબડું પડી શકે છે અને 14 ટકા જીએસટી વૃધ્ધિદર હાંસલ કરી શકાશે નહીં. આ રીપોર્ટ ગુજરાત માટે ચોંકાવનારો છે.

Visit Saurashtra Kranti Homepage here

આરબીઆઈનો રીપોર્ટ ઉમેરે છે કે, અગાઉ કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તરાખંડ સહિતના 10 રાજયોએ જીએસટીનો વૃધ્ધિદર 14 ટકા રહેવાનો બજેટમાં અંદાજ મુક્યો હતો પરંતુ એ શક્ય નહીં બને. જીએસટી યુગના પ્રથમ પાંચ વર્ષની સ્કીમમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને પંજાબે સૌથી વધુ વળતર મેળવ્યું હતું. ગયા જૂન માસથી વળતર યોજના પર પરદો પડી ગયો છે. પરિણામે પંજાબ, દિલ્હી, પોંડીચેરી, હિમાચલ પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોને સૌથી વધુ ફટકો પડશે કેમકે આ રાજ્યોને જીએસટી વળતર પેટે 10 ટકાથી વધુ નાણા મળતા હતા.

Read About Weather here

બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી મદન સબણવિસે જણાવ્યું હતું કે, અર્થતંત્ર ધીમું પડે તો મહેસુલી વિકાસદર પર વધુ ખરાબ અસર થાય છે. આ સંજોગોમાં રાજ્યો હવે ઇંધણ પરના વેટમાં પણ ઘટાડો નહીં કરી શકે. અર્થશાસ્ત્રીઓના માનવા મુજબ ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધી રાજ્યોના અર્થતંત્રની સ્થિતિ સારી રહી છે એટલે એવા કેટલાક રાજયો વળતર ન મળવાથી થનારી નુકશાની સરભર કરી શકશે. ઝારખંડ અને છતીસગઢ જેવા રાજ્યો જીએસટી વળતર યોજના લંબાવવાની માંગણી કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here