ગુજરાતના નવા પોલીસ વડા કોણ? સંજય શ્રીવાસ્તવનું નામ આગળ

જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

4 થી વધુ વરિષ્ઠ અધિકારી અજય તોમર, અનીલ પ્રથમ, વિકાસ સહાય, અતુલ કરવલ વગેરેના નામોની પણ ચર્ચા

ગુજરાતના નવા પોલીસ વડા તરીકે કોની નિમણૂંક થશે એ અંગે પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઇ ગઈ છે. વર્તમાન ડીજીપી આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મે ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે નવા પોલીસ વડાની દોડમાં 4 થી પાંચ વરિષ્ઠ અધિકારીઓના નામો ચર્ચામાં આગળ છે. સંજય શ્રીવાસ્તવનું નામ સૌથી વધુ આગળ ચાલી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ રાજ્યના પોલીસ વડા બનવા માટે ઓછામાં ઓછા 30 વર્ષ કે તેના કરતા વધારે સમયથી ફરજનો કાર્યકાળ હોવો જરૂરી છે. આવા અધિકારીના નામો એક ઝોન તૈયાર થાય છે અને ત્યારબાદ તેમના નામોની યાદી તૈયાર થાય છે. નવા મુખ્ય પોલીસ વડા નિયુક્ત કરવા માટેની પ્રક્રિયા ચીફ સેક્રેટરી, અધિક ગૃહ સચિવ અને વર્તમાન ડીજીપી તૈયાર કરે છે. યાદી તૈયાર થાય ત્યારે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ પણ હાજર હોય છે. આ યાદી યુપીએસસી કમિટીને મોકલી અપાય છે. કમિટી 3 નામ પસંદ કરી રાજય સરકારને મોકલી આપે છે. એ 3 માંથી રાજ્ય સરકાર ઈચ્છે એ નામ પસંદ કરીને ડીજીપી બનાવી શકે છે. નવા વડા તરીકે કેટલાક અધિકારીઓના નામો જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે.

વિવેક શ્રીવાસ્તવ અત્યારે ડેપ્યુટેશન પર છે. સુરતના સીપી અજય તોમર ફેબ્રુઆરી 2024 માં નિવૃત થશે. ડીજીપી વિકાસ સહાય 2025 માં નિવૃત થાય છે. એ જોતા નવા મુખ્ય ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવલ, અજય તોમર અને વિકાસ સહાયમાંથી પસંદગી થાય તેવી શક્યતા છે. સુપ્રીમના આદેશ મુજબ ડીજીપી તરીકે એવા સિનિયર આઈપીએસ અધિકારીની જ નિમણૂંક થાય છે. જેમની નિવૃત્તિને ઓછામાં ઓછો 6 મહિનાનો સમય બાકી હોય. એ નિયમ મુજબ અમદાવાદના સીપી સંજય શ્રીવાસ્તવનું નામ આગળ છે. શ્રીવાસ્તવને જો કે નિવૃતના 6 માસનો સમય બાકી નથી પણ જો એમને એક્સ્ટેન્શન આપી દેવાય તો એમની નિમણૂંક થઇ શકે.

Read About Weather here

ભારત સરકાર દ્વારા ડીજીપીની મુખ્યત્વે 3 કેડર નક્કી કરવામાં આવી છે. જેમાં એક કેડર છે મુખ્ય ડીજીપી એટલે કે રાજ્યના પોલીસ વડા, બીજી કેડર છે ડીજીપી હોમગાર્ડ અને ડીરેક્ટર એસીબી એ ત્રીજી કેડર છે. છેલ્લી બંને કેડર અત્યારે ગુજરાતમાં ચાર્જ પર ચાલે છે. રાજય સરકાર પણ ડીજીપી કેડર ઉભી કરવાની સત્તા ધરાવે છે. એ કેડરને એક્સ કેડર કહેવાય છે જેમાં વધારો- ઘટાડો થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here