ગુજરાતમાં નવા વર્ષના પ્રારંભે જ ખેડૂતો માટે ખુશાલીના સમાચાર આવ્યા છે. શિયાળામાં ખેડૂતોને ખેતી કામ માટે ઠંડીમાં રાત્રે ખેતરે જવું નહીં પડે. કેમકે ખેતીની શિયાળુ સિઝનમાં દિવસે વીજળી આપવાની તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. એટલે ઠંડીમાં રાતની કામગીરી હવે ઈતિહાસ બની જશે અને ખેડૂતોની સમસ્યાનો અંત આવશે.
Visit Saurashtra Kranti Homepage here
કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વની જાહેરાત કરી હતી કે, કિસાનોને રવિ સિઝનમાં દિવસે વીજળી આપવાનું પ્રથમ તબક્કાનું કામ પૂરું થઇ ગયું છે. પ્રથમ તબક્કામાં જંગલ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને લાભ મળતો થશે. વન વિસ્તારમાં જંગલી પશુઓનો વધુ ત્રાસ હોય છે અને બીક હોય છે. 3 તબક્કામાં દિવસે વીજળી આપવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. રાજ્યમાં અનેક જિલ્લાઓના ખેડૂતોને દિવસે વીજળી મળતી ન હોવાથી પિયત કરવા માટે રાત્રે જ ખેતરમાં જવું પડે છે. હાડ થીજાવતી ઠંડીમાં પિયતનું કામ જોખમી અને મુશ્કેલ બની રહે છે છતાં ખેડૂતો જીવના જોખમે પણ રાત્રે ખેતીકામ કરતા રહ્યા છે. હવે એમની આ સમસ્યાનો અંત આવી જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here