ગુજકેટની 1.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર મુકાઇ
ગુજકેટની પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઈટ પર મુકાઇ
ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલે યોજાશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખની જાહેરાત કરવામાં આવી છે.સૌથી વધારે સુરતથી 18 હજાર વિદ્યાર્થી પરીક્ષા આપશે. ત્યાર બાદ અમદાવાદથી વિદ્યાર્થીઓ સંખ્યા રહેશે. રાજ્યમાં 626 બિલ્ડિંગના 6598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

આ વર્ષે યોજાનારી ગુજકેટની પરીક્ષામાં 1.15 લાખ ગુજરાત બોર્ડના, જ્યારે 13570 સીબીએસઈ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓપ ઓપન સ્કૂલિંગના 546, કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામના 542, મહારાષ્ટ્ર બોર્ડના 230, રાજસ્થાન બોર્ડના 72 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાલ, બિહાર બોર્ડ સાથે જ ભારત ઉપરાંત 13 વિદ્યાર્થીએ વિદેશથી પણ ગુજકેટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Read About Weather here

રાજ્યમાં ડિગ્રી, એન્જિનિરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 03-04-2023ને સોમવારના રોજ યોજાશે. આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here