ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી/ડીપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. જે તા.૦૩/૦૪ સોમવારના રોજ યોજાશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૩ની-પરીક્ષાની હોલ ટીકીટ ફક્ત ઓનલાઈન માધ્યમથી મૂકવામાં આવે છે. જેને લઈને ગુજકેટ-૨૦૨૩ ની પરીક્ષાના તમામ ઉમેદવારોએ વાલીઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોએ નોંધ લેવા જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
ગુજકેટ-૨૦૨૩ ની પરીક્ષા આપવા ઈચ્છુક ઉમેદવારોએ હોલ ટીકીટ બોર્ડની વેબસાઈટ gujcet.gsebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી ડાઉનલોડ કરી લેવા જણાવ્યું છે. જેમાં ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૩ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી ટિકીટ ડાઉનલોડ કરી શકાશે. આ દરમિયાન ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમિશન કાર્ડ,પ્રવેશિકા સર્ચ કરી, જન્મ તારીખની વિગત ભરીને પણ ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પોતાના ઈન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નો ઉપયોગ કરી લોગ-ઈન થઈ પોતાની શાળાના ગુજકેટ-૨૦૨૩ માટેના ઉમેદવારો ટીકીટ ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.ટીકીટ માત્રને માત્ર ઓનલાઈન માધ્યમથી જ મળશે, જે પરીક્ષાખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટિકિટ પર શાળાના આચાર્યના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.
Read About Weather here
રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓઆ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here