સાબરમતીના કાંઠે હરતો-ફરતો દેખાતો દીપડો સાબરકાંઠા તરફથી આવતો હોવાની શંકા
ગાંધીનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી દીપડાના આટાફેરા થતા જોવા મળી રહ્યા છે. નજરે જોનારા લોકોએ જાણ કર્યા છતાં અને વનવિભાગ તથા પોલીસની દોડધામ હોવા છતાં દીપડો પકડાતો નથી. આથી ગાંધીનગરમાં ઠેકઠેકાણે નાઈટ વિઝન કેમેરા લગાડવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
છેલ્લા એક સપ્તાહ દરમ્યાન દીપડો દેખાયાની જે ઘટના બની છે. સચિવાલયની પાછળ અને ત્યારબાદ અક્ષરધામની પાછળ કેટલાક લોકોએ દીપડાને હરતો-ફરતો જોયો હતો. સેક્ટર-20 માં એક બંધ મકાનમાં દીપડો હોવાની આશંકાથી વનવિભાગ દ્વારા પાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું હતું. વનવિભાગની આટલી હડિયાપટ્ટી છતાં દીપડો હાથમાં આવ્યો નથી. આથી લોકોમાં પણ દહેશત પ્રસરી છે.
Read About Weather here
વનવિભાગ દ્વારા હવે દીપડાને કોઈપણ ભોગે પાંજરે પુરવા માટે તૈયારીઓ કરવામાં આવી છે અને નાઈટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેથી તેની અવર-જવરનો ખ્યાલ આવે. વનવિભાગના એક અધિકારીએ જણાવ્યા મુજબ સાબરમતી નદીના કાંઠે હરતો-ફરતો દેખાતો દીપડો સાબરકાંઠા તરફથી આવતો હોવાની આશંકા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here