ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ વડાપ્રધાન મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
રવીન્દ્ર જાડેજાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત બાદ ટવીટર પર એક તસવીર શેયર કરી છે. આ સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે, કેવી રીતે વડાપ્રધાન અથાગ મહેનત સાથે સાથે સમર્પણનું ઉમદા ઉદાહરણ આપી રહ્યા છે. રવીન્દ્રએ લખ્યું કે તમને મળીને બહુ સારું લાગ્યું નરેન્દ્ર મોદી સાહેબ…તમે આપણી માતૃભૂમિ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. મને ભરોસો છે કે તમે લોકોને આ જ રીતે પ્રેરિત કરતા રહેશો.