બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓનું ખાસ ધ્યાન રાખ્યું છે: પત્રકારો સાથે ભુપેન્દ્ર પટેલનો ખાસ સંવાદ: બજેટની મહત્વની જોગવાઈઓને આવકાર આપતા મુખ્યમંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષના કેન્દ્રીય બજેટને વ્યાપક આવકાર આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રીય અંદાજપત્રથી સૌથી વધુ ફાયદો ગુજરાતને થશે. ગુજરાતના હીરા ઉદ્યોગ, સહકારી અને ડેરી ક્ષેત્ર તથા પશુપાલન વ્યવસાયને મોટો ફાયદો થશે.
Visit Saurashtra Kranti Homepage here
આજે ગાંધીનગર ખાતે મીડિયા સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટને વધાવી લીધું હતું અને બજેટમાં સામેલ અનેક નવી યોજનાઓ અંગે ચર્ચા કરી હતી અને તેની સમજણ આપી હતી. મુખ્યમંત્રીએ બજેટને વિકાસલક્ષી ગણાવતા જણાવ્યું હતું કે, આ બજેટથી દરેકે દરેક ક્ષેત્રને ફાયદો થશે. દેશ આખાને બજેટથી ફાયદો થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટકાઉ વિકાસને આગળ લઇ જવાનું કામ કરતું બજેટ છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ દરેકનું ધ્યાન રાખવામાં આવ્યું છે એટલે અમૃતકાળનું આ બજેટ અમૃત સમાન બની રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, બજેટમાં મુખ્ય 3 પાસા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિકાસની ગતિ જાળવી રાખવી, નાણાંકીય ખાધને કાબુમાં રાખવી અને સમાજના તમામ વર્ગોને સંતુલિત કરવાના 3 પાયા પર બજેટ આધારિત છે. રોકાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકવામાં આવ્યો છે. એ રીતે વિકસિત અને આત્મનિર્ભર ભારતનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
Read About Weather here
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતને બજેટથી મોટામાં મોટો ફાયદો થશે. ગીફ્ટ સિટી ડાયમંડ ઉદ્યોગ, સહકારી ક્ષેત્ર, ડેરી અને પશુપાલન ક્ષેત્રને મોટો ફાયદો થશે. ગુજરાત ગ્રોથ એન્જીન છે એટલે બજેટથી મહતમ ફાયદો રાજ્યને જ થશે એવી આશા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here