ઓડિસામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી રાજકોટમાં રહેતો બિહારી શખ્સ ઝડપાયો

ઓડિસામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી રાજકોટમાં રહેતો બિહારી શખ્સ ઝડપાયો
ઓડિસામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી રાજકોટમાં રહેતો બિહારી શખ્સ ઝડપાયો

ઓડિસામાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી રાજકોટમાં રહેતો બિહારી શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે યુવરાજનગરમાંથી પકડી કાયદેસરની કાર્યવાહી કરી ઓડિસાના મુનિગુડા પોલીસને હવાલે કર્યો હતો.

શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરીએ અલગ અલગ રાજ્યમાંથી ગુનાઓ કરી ફરાર થયેલ આરોપીઓને પકડવાની આપેલ સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એસ.ગરચર ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઓડીસાના મુનિગુડા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ અને હત્યાના ગુનામાં ફરાર આરોપી હરિશરામ રાજેશરામ રામ (ઉ.વ.24),(રહે. દુર્ગા મંદિરની બાજુમાં મેજરગંજ, બિહારી) હાલ શહેરના યુવરાજનગરમાં રહેતાં તેના ભાઈના ઘરે હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે યુવરાજનગમાંથી આરોપીને દબોચી લીધો હતો.

આરોપીની પૂછતાછમાં થોડા સમય પહેલાં તે  મજૂરીકામ અર્થે ઓડીસાના રાયગઢ વિસ્તારમાં ગયેલ હતો. દરમિયાન પોતે દારૂના નશામાં હતો ત્યારે ત્યાં સાથે કામ કરતાં શ્રમિકની દસ વર્ષની પુત્રીનું અપહરણ કરી પર્વતીય વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બાળકી કોઈ ને બનાવ અંગે જાણ કરશે તેવા ભયથી આરોપીએ બાળકીની બેહરેમીથી હત્યા કરી નાસી છૂટ્યો હતો. 
વધુમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉમેર્યું હતું કે, બનાવ બાદ બાળકી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ મુનિગુડા પોલીસ મથકમાં બાળકીનું અપહરણ થયાની ફરીયાદ નોંધાવી હતી. બાદમાં તપાસમાં બાળકીની હત્યા કરાયેલ લાસ ગામ નજીક પર્વતીય વિસ્તારમાંથી મળી આવતાં બનાવમાં હત્યાની કલમનો પણ ઉમેરો કરાયો હતો. હાલ આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને મુનિગુડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. બનાવના ગુનામાં પોક્સો અને દુષ્કર્મની કલમનો ઉમેરો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ બે વર્ષ પહેલાં પણ રાજકોટમાં મજૂરી કામ અર્થે આવેલો હોય જેથી વિસ્તારથી પરિચિત હોવાથી ગુનાને અંજામ આપી અહીં છુપાયેલ હતો.