એમએસસી ફિઝિક્સમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર

એમએસસી ફિઝિક્સમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર
એમએસસી ફિઝિક્સમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થનાર

ભૌતિક શાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની ક્રિના રામાણીને સુવર્ણચંદ્રક એનાયત

ગત તા. 10 માર્ચના રોજ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 58મો પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીસના રેન્ક હોલ્ડર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકથી સન્માનિત કરાયા હતા. 

આ પદવીદાન સમારંભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની ક્રિના રામાણીને, ભૌતિકશાસ્ત્ર વિષયમાં અનુસ્નાતક અભ્યાસક્રમ M.Sc ફિઝિક્સમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થવા બદલ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. ક્રિનાએ ભૌતિકશાસ્ત્ર જેવા કઠિન વિષયમાં 90 ટકા ગુણ મેળવીને એમએસસી ફિઝિક્સમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

ક્રિનાએ તાજેતરમાં વડોદરાની એમ. એસ. ટેક્નોલોજી યુનિવર્સિટી ખાતે યોજાયેલ મેકરફેસ્ટ 2024માં “ફોટોકેટાલિટીક કાપડ” પ્રોજેક્ટ રજુ કર્યો હતો. આ કાપડ દ્વારા ઔદ્યોગિક વેસ્ટ વોટરમાંથી હાનિકારક ડાયને દૂર કરી શકાય છે. આ પ્રોજેક્ટને મેકરફેસ્ટમાં પર્યાવરણ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ મળ્યો હતો. ક્રિનાની આ સફળતા બદલ ભવન અધ્યક્ષ પ્રોફેસર નિકેશ શાહ, ડોક્ટર દેવીત ધ્રુવ, ડોક્ટર પિયુષ સોલંકી તેમજ ભવનના સર્વ પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા.